કોવિડ-19 એ આપણા જીવનની ઘણી બાબતોને બદલાવી નાંખી છે, જેમાં કામના સ્થળનો સમાવેશ થાય છે. ટૂંકાગાળામાં આપણે ફિઝિકલમાંથી વર્ચ્યુઅલ હાઈબ્રિડ વર્કિંગ તરફ વળ્યા છીએ. હવે બીજી લહેર આવી છએ, ત્યારે આપણામાંથી ઘણા વર્ચ્યુઅલ રીતે કામ પર પાછા ફર્યા છે. કર્મચારીઓ દ્વારા હવે ગતીશીલ વાતાવરણને સમાયોજિત કરવું જાણિતું છે. પણ નવા નોર્મલ સંદર્ભે કર્મચારીઓનો અનુભવ અને વિચાર શું છે, તેનાથી અજાણ છે. શું કર્મચારીઓ આ નવા દૂરથી કામ કરવાની રીતને સ્વિકારી છે?તેઓ આનાથી સંતુષ્ટ છે ? તેમને મુસાફરી પાછળ ઓછો સમય આપીને વધુ સારું કામ કરવામાં મદદ કરી શકે છે?શું તેઓ લાંબાગાળા સુધી આ કામની સ્ટાઈલને ચાલુ રાખવા તૈયાર છે ?
આ અને અન્ય આ જ પ્રકારના પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ, દેશની અગ્રણી ખાનગી નોન-લાઈફ વીમા કંપનીએ સમગ્ર ભારતમાં 1000 થી વધુ જવાબદાતા પર સર્વે હાથ ધર્યો હતો. નમૂનારૂપ જૂથમાં મેટ્રો અને નાના શહેરોનું મિશ્રણ છે, સંશોધન હેઠળ આવરી લેવામાં આતા કર્મચારીઓ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ, જેવા કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટેલિકોમ, ઇ-કોમર્સ અને કન્ઝ્યુમર ગૂડ્સ સહિતના અન્ય ઉદ્યોગોમાં કાર્યરત છે.
આ સર્વેના તારણ અંગે, જેરી જોસ, હેડ- હ્યુમન રિસોર્સિસ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કહે છે, “ રોગચાળાના પ્રથમ સેટથી જ આપણું ઓપરેટિંગ વાતાવરણ તથા કામની રીત વિક્ષેપિત થઈ ગઈ છે. એક કંપની તરીકે સતત નવા નોર્મલને સ્વીકારવાને લીધે વ્યક્તિગત અને ટીમની વચ્ચે કર્મચારીઓમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે, જે તેમને વ્યક્તિગ રીતે સાચવવા પડે છે. આપણે હવે ‘ફ્લેક્સિબલ’- એક કામના સંયોજનમાં બદલાઈ રહ્યા છીએ, જેને કર્મચારી અને ટીમની ક્ષમતાને દૂરથી કામ કરવાનું સ્વિકાર્યું છે, સાથોસાથ પ્રોત્સાહિત પણ કર્યું છે- પણ મલ્ટીપલ સર્વે દ્વારા મેળવવામાં આવતા કર્મચારીઓના પ્રતિભાવોએ અમને પડકારોને વખાણવાની તથા ડ્રાઈવર્સને અનુકુળ થવામાં મદદ કરી છે, તેનાથી પછી તે ઓફિસ હોય, ઘર હોય કે કોઈપણ સ્થળ હોય પણ એક પ્રોડક્ટિવ વાતાવરણ બનાવી શકાય.”
• વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) / હાઈબ્રિડ વર્કિંગએ મહાનગરોમાં વધુ પ્રચલિત છે. નાના શહેરોમાં મોટેભાગે વર્ક ફ્રોમ ઓફિસ (ડબલ્યુએફઓ) સંચાલન છે.
o મેટ્રો શહેરોમાં માર્ચ-2020 થી લગભગ 70 ટકા લોકો ઘરથી કે આંશિક રીતે ઘરેથી કામ કરી રહ્યા છે.
o વર્ક ફ્રોમ ઓફીસનું પ્રાથમિક કારણ છે કે, કંપનીએ ફરજિયાત કર્યું હોય અને તેમને એવું લાગે કે, તેમની ઓફિસમાં હાજરી જરૂરી છે.
· કર્મચારીનો સંતોષ
ü મેટ્રોના 71 ટકા જવાબદાતાઓની સામે નાના શહેરોના 47 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમની સાથે સંતુષ્ટ (અત્યંત/ થોડાઘણા) છે.
ü મેટ્રોના 4 ટકા કર્મચારીઓ અને નાના શહેરોના 6 ટકા જવાબદાતાઓ વર્ક ફ્રોમ હોમથી સંતુષ્ટ નથી.
ü વધુ એક પ્રોત્સાહક બાબત એ છે કે, 70 ટકાથી વધુ જવાબદાતા એવું માને છે કે, વર્ક ફ્રોમ હોમ હોવાથી તેમની ઉત્પાદક્તા એટલી જ રહી છે કે, તેમાં સુધારો થયો છે.
ü ખરેખર તો, 35 ટકા એવું માને છે કે, વર્ક ફ્રોમ હોમના લીધે તેમની ઉત્પાદક્તામાં થોડો કે નોંધપાત્રો વધારો થયો છે.
· વર્ક ફ્રોમ હોમના સંતોષને સુધારવા માટે ભારતીય આઇએનસી.એ આ બાબતો પર કામ કરવું જરૂરી છે.
o સરળ કામના કલાકો- 34 ટકા ઉત્તરદાતાઓને ઘરના કામમાં સમય આપવાની જરૂરિયાત ગણે છે, એટલા જ લોકો પરિવારને પણ સમય આપવા ઇચ્છે છે, ખાસ કરીને વડિલોને. વર્ક ફ્રોમ હોમ પરિસ્થિતિમાં અસંતોષ માટેની આ મુખ્ય બાબત છે.
§ ખાસ તો, મહિલાઓ (43 ટકા જવાબદાતાઓની સામે 29 ટકા પુરુષ જવાબદાતા) માટે આ સૌથી મોટો પ્રશ્ન છે. કંપનીએ તેમના કર્મચારીઓ માટે સરળ કામના કલાકો આપવા જરૂરી છે, જે ખાસ તો તેમને જાતિને ધ્યાનમાં રાખીને આપવો જોઈએ.
o કામનો અમેળ- 26 ટકા જવાબદાતાઓ બહું વધારે વિડીયો કોલથી ત્રસ્ત છે. કંપનીએ કામના અસિન્કને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે, જ્યાં કર્મચારીઓ તેમના સહકર્મીઓને તેમના સમય અનુસાર પ્રતિસાદ આપી શકે.
o એર્ગોનોમિક ફર્નિચર, લેપટોપ્સ- 36 ટકા જવાબદાતાઓ ઘરેથી જગ્યાના અભાવનો સામનો કરે છે. કોમ્પેક્ટ ફર્નિચરએ હાલની પરિસ્થિતિમાં યોગ્ય રીતે ફિટ થઈ શકે છે, તેનાથી આ મુશ્કેલી કેટલાક અંશે ઉકેલાઈ શકે છે.
§ આ મુશ્કેલી નાના શહેરોમાં વધુ છે, આ સ્થળોએ ખરીદવાના કે મેળવવાના યોગ્ય વિકલ્પ મેળવવાએ પડકાર છે. નાના શહેરોમાં તેના કર્મચારીઓને સાધનસંપન્ન બનાવવા માટે કંપનીએ થોડું વધારે કરવાની જરૂરિયાત રહે છે.
· નિર્ણય- વર્ક ફ્રોમ હોમ કે વર્ક ફ્રોમ ઓફિસ
ü હાઈબ્રિડ મોડ (આંશિક વર્ક ફ્રોમ ઓફિસ, આંશિક વર્ક ફ્રોમ હોમ)એ અહીં સ્પષ્ટ વિજેતા છે, કેમ કે 52 ટકા લોકોએ આ મોડ પસંદ કર્યો છે.
ü 3 માંથી 1 ઉત્તરદાતાએ હંમેશ માટે 100 ટકા વર્ક ફ્રોમ ઓફિસ મોડ પસંદ કર્યો છે, જ્યારે 16 ટકાએ વર્ક ફ્રોમ હોમ પસંદ કર્યો છે.
ü જેઓ હાઈબ્રિડ વર્કિંગ પસંદ કરે છે, તેમાંથી પણ 41 ટકા લોકો સપ્તાહના 3 દિવસ ઓફિસથી કામ કરવાનું પસંદ કરે છે, જ્યારે 25 ટકા લોકો સપ્તાહના 2 દિવસ ઓફિસથી કામ કરવાનું પસંદ કરે છે.
ü પસંદગીના દિવસોમાં ઓફિસથી કામ કરવાનું પસંદ કરવા પાછળનું કારણ મિટિંગમાં હાજર રહેવું કે પછી કામના સ્થળોએ ફિઝિકલ દસ્તાવેજો જમા કરાવવા માટેનું છે.
• કામના ભવિષ્યની વાત આવે ત્યારે કંપનીઓ માટે મહત્વના મુદ્દા
ü જ્યારે વર્ક ફ્રોમ હોમને ઓછુ ઉત્પાદકતા ધરાવનાર માનવામાં આવતું નથી, 60 ટકા જવાબ આપનારાઓએ આના કારણે નોકરીનું જોખમની બીક દર્શાવી હતી.
ü નોકરી જવાનો બીક મેટ્રોમાં(66 ટકા) વધુ જોવા મળી હતી જે નાના શહેરો(52 ટકા)ની સરખામણીએ વધુ છે. આ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા હકારાત્મક વાતાવરણ ઉભુ કરવાની તાતી જરૂરીયાત છે જે આવી બીકને દુર રાખે અને શ્રેષ્ઠ કુશળતાને આકર્ષે.
ü સંસ્થાઓએ તેમના કર્મચારીઓમાં વિશ્વાસ પેદા કરવાની જરૂર છે અને ‘મેનેજમેન્ટ બાય પ્રેઝન્સ’ની કામની પદ્ધતિથી દુર રહેવું જોઈએ.
આજના ડિજીટલ કર્મચારીઓ સંકળાયેલ કામ સાથે ટેવાયેલા છે અને તેમને કોઈ પણ જાતના નિરક્ષણરહિત વાતાવરણ પુરુ પાડવું જોઈએ જે તેમને વધુ ઈચ્છે છે.
o ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા
જ્યારે વર્ક ફ્રોમ હોમની વાત આવે ત્યારે ઈન્ટરનેટ કનેક્ટીવીટી એ મુખ્ય પ્રશ્ન બની રહે છે, ખાસ કરીને નાના શહેરોની વાત કરીયે ત્યારે.
48 ટકા જવાબ આપનારાઓએ નાના શહેરોમાં આ સમસ્યાનો સામનો કર્યો છે જે મેટ્રોમાં 39 ટકા છે.
સારાંશ અંગે જેરી જોસ કહે છે, “આ સર્વેમાં એક હાઈબ્રિડ કામના મોડેલને સ્વિકારવાની આપણા પોતાના પ્રવાસની જરૂરી આંતરિક્તાને હાઈલાઈટ કરવામાં આવી છે, જ્યાં 50 ટકા કર્મચારીઓ લાંબા સમયથી નોન- ઓફિસ સ્થળેથી કાર્યરત છે. આ અભ્યાસમાં અમારા કર્મચારીઓના સર્વેની આંતરિક્તાએ પણ અમને ભવિષ્ય માટે તૈયાર કામના સ્થળને આકાર આપવામાં મદદ કરી છે, જે દરેક કર્મચારીઓને દૂરના વિસ્તારોથી કામ કરવાનો વિકલ્પ પૂરો પાડશે, તેમને સશક્ત બનાવશે તથા અમારા શારિરીક માળખા અને ટેકનોલોજીને સુવ્યવસ્થિત કરશે, જે નવી કામની પ્રેક્ટિસ સેટ કરશે અને હાઈબ્રિડ કામના વાતાવરણમાં મિટિંગ, સંકળાયેલ અને સમગ્ર ટીમના સંયોજન દ્વારા કામને સશક્ત બનાવશે.