· ફંડ હાઉસ દ્વારા પ્રસ્તુત આ 12 મું ફંડ છે.
· અગાઉની યોજના મુજબ અમે 43 શહેરમાં કામ કરી રહ્યા છીએ.
· એનએફઓ 25 મે, 2021ના રોજ ખુલશે અને 8 જૂન, 2021ના રોજ બંધ થશે.
આઈટીઆઈસી મ્યુચ્યુઅલ ફંડે તેની કામગીરી એપ્રિલ 2019 માં શરૂ કરી છે અને અત્યાર સુધી રોકાણકારોને સબંધી હોય તેવી અગિયાર મુખ્ય પ્રોડક્ટ્સ રજૂ કરી છે. આ એએમસીને પરાંપરાગત વિચારસરણી દોહરાવતા રોકડ સમૃદ્ધ વેપારી ગૃહનું પીઠબળ છે. આટલા ટૂંકા સમયગાળામાં આ ગૃહે એએમસીમાં સંચાલન, કર્મચારીગણ, કાર્યપધ્ધતિ અને માળખાની સારી રચના થાય તેની તકેદારી આ ગૃહે રાખી છે જેથી તમામ રોકાણકારોને સરળતાથી રોકાણ કરવાનો લાભ લાંબા સમય સુધી મળતો રહે.
આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ન્યુ ફંડ ઓફર (એનએફઓ) લોન્ચ કરી રહ્યું છે, આઈટીઆઈ વેલ્યુ ફંડ અને એનએફઓ 25 મે ના રોજ ખુલે છે અને 8 જૂન, 2021 ના રોજ બંધ થાય છે. આ ફંડમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી રકમ રૂ. 5000 છે અને ત્યારબાદ રૂ. 1 રૂપિયાના ગુણોત્તરમાં તેમાં રોકાણ કરી શકાશે. આઈટીઆઈ વેલ્યુ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે અને ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોના પોર્ટફોલિયોમાં રોકાણ કરશે.
નવા એનએફઓની રજૂઆત વિશે જણાવતા આઇટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર જ્યોર્જ હેબર જોસેફે કહ્યું કે , “ફંડ હાઉસ શરૂઆતથી જ તેના રોકાણકારોને રોકાણનો અનોખો અનુભવ પ્રદાન કરે છે. વેલ્યુ ફંડ સાથે, અમે જોખમ સામે શ્રેષ્ઠ વળતર આપી શકવાની સંભાવના ધરાવતા શેર્સને ઓળખીને લાંબા સમય સુધી સાતત્ય રીતે મૂડીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
લાંબા ગાળાનું વળતર ઈચ્છતા અને મૂલ્ય-આધારિત રોકાણ વ્યૂહરચનાને અનુસરતા લોકો માટે આ સ્કીમ યોગ્ય છે. અમારી પારદર્શક વાતચીત અને દેશભરમાં અમારા ભાગીદારો સાથે સતત સંકળાયેલા રહેવાથી અમને બજારમાં અનુકુળ રીતે વિકસવામાં મદદ મળી છે. અમને જ્યાંથી વધુ ટ્રાન્ઝેક્શન્સ મળ્યાં છે તેવા ટી30 નગરો અને કેટલાક બી30 સ્થળો ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. એક ટીમ તરીકે અમારા ભાગીદારો અને રોકાણકારોને સર્વસમાવેશક ધોરણે શ્રેષ્ઠ આપવા પ્રતિબદ્ધ છીએ, એમ જોસેફે ઉમેર્યું હતું.
અત્યાર સુધીમાં આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આ સ્કીમ્સ રજૂ કરી છે – આઈટીઆઈ મલ્ટી કેપ ફંડ, આઈટીઆઈ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ (ઇએલએસએસ- ટેક્સ સેવિંગ ફંડ), આઈટીઆઈ આર્બિટ્રેજ ફંડ, આઈટીઆઈ લિક્વિડ ફંડ, આઈટીઆઈ ઓવરનાઇટ ફંડ, આઈટીઆઈ બેલેન્સડ એડવાન્ટેજ ફંડ, આઈટીઆઈ સ્મોલ કેપ ફંડ, આઈટીઆઈ બેંકિંગ અને પીએસયુ ડેબટ ફંડ, આઈટીઆઈ લાર્જ કેપ ફંડ, આઈટીઆઈ મિડ કેપ ફંડ અને આઈટીઆઈ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ.
અમને એ જાણવતા આનંદ થાય છે કે અમે 13000 કરતા વધુ એમએફડી પર કામ કર્યું છે અને અત્યાર સુધીમાં 25 શાખાઓ શરૂ કરી છે. ફંડ હાઉસ આગામી કેટલાક વર્ષોમાં દેશભરની એમએફડી સાથે જોડાવા માટે વધુ શાખાઓ ઉમેરશે.
આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું લક્ષ્ય છે રોકાણકારોને યોગ્ય સમયે યોગ્ય પ્રોડક્ટ પૂરી પાડવી અને આ દ્વારા એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે એક અનોખી રોકાણ ફિલસૂફી – એસક્યુએલ (એસ – માર્જિન ઓફ સેફ્ટી, ક્યૂ – બિઝનેસની ગુણવત્તા અને એલ -લો લીવરેજ) પર ધ્યાન કેન્દ્રિત કરીને એક નવો દાખલો બેસાડવો. ફંડ હાઉસે તેના પોટર્ફોલિયોમાં યોગ્ય શેર્સની પસંદગી કરવા માટે ઊંડાણપૂર્વકના સંશોધન આધારિત પદ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અતિ સક્ષમ જોખમ વ્યવસ્થાપન માળખું બનાવ્યું છે અને નક્કર રોકાણ પ્રક્રિયાઓ તૈયાર કરી છે.