આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ, દેશની અગ્રણી ખાનગી જનરલ ઇન્સ્યુરન્સ કંપની, તેના કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સુખાકારી માટે રજૂ કરે છે, એક હેલ્પલાઈન ‘સંતુલન’. આ હેલ્પલાઈન ગુપ્તતાની ખાતરીની સાથે તાલિમબદ્ધ કાઉન્સિલરની સાથે 24*7 હેલ્પલાઈન પૂરી પાડશે.
હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા, રોગચાળાએ મોટાભાગના વ્યક્તિઓ માટે એક માનસિક રીતે તથા ભાવનાત્મક રીતે દબાણ બનાવી દીધું છે, લોમ્બાર્ડે આઇ.સી.આઇ.સી.આઇ. આ આવા જ કેટલાક ભાવનાત્મક તાણને દૂર કરવામાં સહાય કરવાનું નક્કી કર્યું છે. કોવિડથી અસરગ્રસ્ત કર્મચારીઓ માટે કંપનીએ ક્વોરન્ટાઈન એસેસમેન્ટ કમિટી (ક્યુએસી) તૈયાર કર્યા છે, જ્યાં ઇન-હાઉસ ડોક્ટર્સ છે, જેઓ તેમની તબિયત સુધરે ત્યાં સુધી માર્ગદર્શન આપશે, સલાહ આપશે તથા કાઉન્સિલ પણ કરશે.
કંપની તેના કર્મચારીઓને પણ વિનંતી કરી રહી છે કે, તેઓ પ્રોડક્ટિવ બની રહેવાની સાથોસાથ તેમના કામના સમયપત્રકની સાથે એક સમતુલન જાળવવાનો પ્રયત્ન કરે. એક આરામદાયી કામ શરૂ કરે. સવારે 9 પહેલા અને સાંજે 7 વાગ્યા પછી કોઈ મુલાકાત ન કરે, 2-3 વાગ્યાની વચ્ચે શાંત કલાક જાહેર કરે તથા સપ્તાહના અંત કે રજાના દિવસો દરમિયાન કોઈપણ મુલાકાતનું આયોજન ન કરે. આ પણ તેમની સુખાકારી માટે રજૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓને તેમની હાલની કેઝ્યુઅલ કમ મેડિકલ લીવ્સ બાદ તેમની જરૂરિયાત અનુસાર કોવિડ-19 પૂરું થયા બાદ પણ વધારાની રજાઓ ઓફર કરવામાં આવે છે, જેનાથી તેઓ કામના ભારણને ઓછું કરી શકાય.
આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડએ તાજેતરના જ ભૂતકાળમાં સ્થાયી ધોરણે કામ કરવાની એક નવી જ પહેલ જાહેર કરી હતી, જ્યાં તેના કર્મચારીઓમાંથી 50 ટકાએ નોન-ઓફિસ લોકેશન પરથી ઓપરેટ કરવાનું ચાલુ કર્યું હતું. કોવિડથી અસરગ્રસ્તને નાણાકીય સહકારની જરૂરિયાતને સંબોધતા આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડએ ગત સપ્તાહે એવું જાહેર કર્યું હતું કે, તેઓ કોઇપણ કોવિડ પોઝિટિવ કર્મચારીને બે મહિનાનો પગાર પહેલાથી આપશે. આ એડવાન્સ્ડને કર્મચારીએ 6 થી 12 મહિનાના હપ્તામાં ત્યારબાદ ચૂકવવાનો રહેશે.
આ ઉપરાંત તેના કર્મચારીઓના ખભા પરથી નાણાકીય તનાવને દૂર કરવા માટે કંપનીએ વધારાના નીચેના પગલા પણ જાહેર કર્યા છે :
· અસરગ્રસ્ત કર્મચારીઓના કિસ્સામાં જો તે હોમ ક્વોરન્ટાઈન હોય તો, પ્રતિ પરિવાર વધુમાં વધુ રૂ.10,000 મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ ખર્ચની ભરપાઈ પેટે આપશે. આ લાભમાં જીવનસાથી, 25 વર્ષ સુધીના બે બાળકો અને આધારિત માતા-પિતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
· દરેક કર્મચારીઓ તથા તેમના આધારીત માટેના રસીકરણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. દેશમાં રસી ઇનોક્લુશન પ્રોગ્રામને વધુ આગળ વધારવા માટે દેશમાં આરોગ્ય સુવિધાની સાથે પણ સંયોજન કરી રહ્યું છે.
· રૂ.4 લાખનું પરિવાર ફ્લોટર કવર તથા રૂ. 3 લાખનું એક કોર્પોરેટ બફર પણ પૂરું પાડશે. આ વીમામાં કર્મચારી, જીવનસાથી, બે બાળકો (25 વર્ષની ઉંમર સુધીના) તથા આધારીત માતા-પિતાનો સમાવેશ થાય છે.
· જો કંપની કોવિડમાં તેના કર્મચારીને ગુમાવે છે તો, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ નક્કી કર્યું છે કે, મૃત્યુ પામેલા સ્ટાફના જીવનસાથીને તેઓ રોજગારી આપશે, જો તે અભ્યાસની લાયકાત ધરાવતા હોય અને જે તે નોકરી પર યોગ્ય હશે.
· કંપની મૃત: કર્મચારીના પરિવારને ટર્મિનલ લાભ (જેમકે ગ્રેજ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડ) જેવા લાભ પણ ઓફર કરશે. ગ્રેજ્યુઇટી મેળવવા માટે જરૂરી સમયગાળો પણ જો તેને પૂરો ન કર્યો હોય તો પણ આપવામાં આવશે.
· આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડની પહેલ, આઇએલ ટેકકેર એપ પણ કંપની દ્વારા આપવામાં આવતા દરેક કોવિડના લાભને સરળતાથી એક્સેસ કરવા પૂરા કરે છે, જેમાં તે રસી આપવામાં મદદ કરે છે, આઇએલ હેલો ડોક્ટર (યોગ્ય ડોક્ટર્સની સાથે ટેલિકન્સલ્ટેશન સુવિધા પૂરી પાડે છે), ઓનલાઈન ક્લેમ પહેલ તથા ટ્રેકિંગ, નિષ્ણાંતોની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવાની તથા આરોગ્યના જોખમની આકારણી પર ચેટ (જેમાં પોષણ, ડાયેટ વગેરે જેવા વિષય પર).
આ મુશ્કેલીના સમયમાં આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ માને છે કે, થોડું આગળ જવાની જરૂરિયાત છે અને તે તેના કર્મચારીઓના સ્પોર્ટમાં ઉભા રહેશે. કંપનીએ તેના આ પ્રયત્નોને ચેનલાઈઝડ કરવાની દરખાસ્ત મૂકી છે, જે તેના કર્મચારીઓ અને તેના વધારેલા કામ કરતા પરિવારના રક્ષણ અને સલામતીની સુખાકારી માટે પ્રયત્ન કરશે.