સુનિલકાંત મુંજાલએ વિશાળ બિઝનેસ રેન્જ, શાસન અને પોલિસી સલાહકારના હિતો ધરાવતા આંત્રપ્રિન્યોર અને રોકાણકાર છે. તે બ્રિજમોહન લાલ મુંજાલ-હિરો જૂથના સ્થાપકના સૌથી નાના દિકરા છે. ઘણા નવા એન્ટરપ્રાઈઝની સ્થાપના તથા હિરો કોર્પોરેટ સર્વિસના ચેરમેન તરીકે હિરો ગ્રુપ માટે ઘણા નીતિગત ઇનપુટ્સ પૂરા પાડવ ઉપરાંત, તેઓ હિરો સાયકલના મેનેજિંગ ડિરેક્ટરમાંના એક છે, સાથોસાથ, હિરો મોટોકોર્પ (પહેલા હિરો હોન્ડા)ના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર પણ છે.
સારાંશ : હિરો કી કહાની — કમાલિયાની નાની ગલીઓમાંથીઅનુસાર તથા 1940: ના ભારતમાં આવેલ ક્વેટ્ટાના પથરાડ પ્રદેશમાંથી જે ત્યારબાદ પાકિસ્તાન બન્યું, ત્યાંથી તેઓ ભાગલા વખતે જુદા પડેલ શહેરો અમૃતસર, આગ્રા, દિલ્હી ભાગી ગયા અને અંતે, લુધિયાણામાં સ્થાયી થયા. ત્યારે તેમની પાછળની તરફે શર્ટથી થોડાક જ વધારે કપડા હતા. અહીંથી જ છ મુંજાલ ભાઈઓમાંથી ચાર ભાઈઓએ એક પછી એક તેમનો બિઝનેસ શરૂ કર્યો.
એક વિશ્વ કક્ષાના એન્ટરપ્રાઈઝ સ્થાપવાનો કોઈ ભવ્ય દ્રષ્ટિકોણ ન હતો, તેમનો હેતુ તો ફક્ત તેમના પરિવારની આજીવિકા ચલાવવાનો જ હતો. હિરોએ ટ્રેન્ડિંગ ઇનની સાથે શરૂઆત કરી અને ત્યારબાદ તેને સાયકલના પાર્ટ્સનું ઉત્પાદન કર્યું, જે સાયકલ, મોપેડ, ઓટોમોટિવ પાર્ટ્સ, મોટરસાયકલ અને સ્કુટરમાં વિકસિત થયું અને આજે હિરોએ સર્વિસ બિઝનેસ અને માળખાગત સુવિધાના પુનઃગઠનમાં સમાવિષ્ટ છે.
તેની શરૂઆતના 30 વર્ષ બાદ, 1986માં, હિરો સાયકલએ વિશ્વમાં સૌથી મોટી સાયકલ ઉત્પાદન કરતી કંપની બની. આગામી 15 વર્ષમાં મોટરસાયકલ વેન્ચર હિરો હોન્ડાએ પણ સૌથી મોટું બન્યું અને બંને ધ્રુવ સ્થાન આજે પણ જળવાઈ રહ્યું છે.
આ એક અધિકૃત ‘મેક ઇન ઇન્ડિયા’ ની વાત છે, જે ઘણી મુશ્કેલી જેવી કે, જટીલ તુમારશાહી, નબળા આર્થિક વિકાસ અને ત્યારબાદ વૈશ્વિક હરિફાઈનો સામનો કરીને બહાર આવી છે. તેમાં ચાર મુંજાલ ભાઈઓના જીવન અને સમયની વાત છે, જેમણે કોઈપણ ઔપચારિક શિક્ષણ કે સંશોધન વગર ટુ-વ્હિલરમાં નાટ્યાત્મક ક્રાંતિની સ્ક્રિપ્ટ લખી. આ ભાઈઓએ માત્ર પ્રોડક્ટની રીતે જ એક ક્રાંતિ લાવ્યા એટલું જ નથી, પણ તેમને જે સંસ્કૃતિ રજૂ કરી,જે ઉત્પાદક્તાનું સ્તર સેટ કર્યું, જે રીતે ઇન્વેન્ટરીસ અને હાલની એસેટ્સનું સંચાલન કર્યું, જે ગુણવત્તાનો આગ્રહ રાખ્યો, જે ઉત્પાદન અને માર્કેટિંગના સંશોધનને પ્રોત્સાહિત કર્યા, જે ટકાઉ વ્યવહારની તેમને શપથ લીધી, જે શાસનના માપદંડ તેમને સ્થાપ્યા, જે સંબંધોમાં તેઓ પ્રવેશ્યા, જે અખંડિતતામાં તેઓ એ વિશ્વાસ રાખ્યો તે દરેકમાં ક્રાંતિ લાવ્યાં. આમ તેમને વિશ્વના બિઝનેસ અને મેનેજમેન્ટની આધુનિક્તાને ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ પ્રેક્ટિસ જે હાલમાં બીઝનેશ અને મેનેજમેન્ટની દુનિયામાં સમકાલીન માનવામાં આવે છે તે તમામ બાબતોને ધ્યાને રાખીને સંપૂર્ણપણે લગભગ છેલ્લી અડધી સદીથી હિરો ગ્રુપ દરેક હિસ્સામાં કાર્યરત છે.
કેટલાક લોકોઆને એક મેનેજમેન્ટ પુસ્તક કહેશે, કેટલાક લોકો તેને એક પારિવારિક બિઝનેસ સાગા કહેશે, તેમ છતા પણ કેટલાક લોકો તેને પ્રણેતા પરિવાર એન્ટરપ્રાઈઝની વાર્તા તરીકે વર્ણવે છે, જેમને 6 દાયકાની જૂની પ્રેક્ટિસને આજના સંદર્ભે પણ આધુનિક, નિરંતર અને સંબંધિત રીતે ચાલુ રાખી છે. આને એક ઐતિહાસિક પુસ્તક તરીકે કે પછી કોર્પોરેટ ભારતના મુલ્યાંકન તરીકે કે પછી ભારતની વાર્તા પણ વર્ણવી શકાય. પણ મૂળભૂત રીતે કહીએ તો, દિલથી આ એક સરળ પારિવારિક વાત છે.