ઇક્વિટીઝ અને ડેટ સેગમેન્ટમાં દેશના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંથી એક મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયાએ આજે ભારતના પ્રથમ એફએએનજી + આધારિત પ્રોડક્ટ્સ, ‘મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ’, જે એક ઓપન-એન્ડ સ્કીમ છે જે એનવાયએસઇ એફએએનજી + ટોટલ રિટર્ન ઈન્ડેક્સની પ્રતિકૃતિ / ટ્રેકિંગ કરે છે અને ‘મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ ફંડ ઓફ ફંડ’ જે ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે અને મુખ્યત્વે મીરે એસેટ એનવાયએસઇ એફએનજી + ઇટીએફમાં રોકાણ કરે છે તેની રજૂઆત કરી છે.
બંને ફંડસની એનએફઓ 19 એપ્રિલ, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. એફએએનજી + ઇટીએફ 30 એપ્રિલ, 2021 ના રોજ બંધ થશે અને એફએએનજી + ઇટીએફ ફંડ ઓફ ફંડ 3 મે, 2021 ના રોજ બંધ થશે. મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફનું સંચાલન શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવ કરશે, જ્યારે મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ ફંડ ઓફ ફંડનું સંચાલન કુ. એકતા ગાલા દ્વારા કરવામાં આવશે. ‘મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ ફંડ ઓફ ફંડ’ રોકાણકારોને નિયમીત યોજના અને ગ્રોથ ઓપ્શન ધરાવતા ડાયરેક્ટ પ્લાનનો વિકલ્પ પણ આપશે.
મુખ્ય પરિબળો:
· એનવાયએસઇ એફએએનજી + ઈન્ડેક્સ એ એક સમાન વેઇટેડ ઇન્ડેક્સ છે જે ટેક્નોલોજી અને ડિસક્રિશનરી ક્ષેત્રમાં ઊંચા ટ્રેડ થઈ રહેલા વૃદ્ધિ પામતા શેર્સમાં રોકાણ કરવા માટે તૈયાર કરાયો છે.
· એનવાયએસઇ એફએએનજી + ઈન્ડેક્સ ભારતીય રોકાણકારોને અગ્રણી વૈશ્વિક ઇનોવેશન કંપનીઓ જેવી કે ફેસબુક, એમેઝોન, એપ્પલ, નેટફ્લિક્સ, આલ્ફાબેટ (ગૂગલ), ટેસ્લા, ટ્વિટર સહિતના શેર્સમાં રોકાણ કરવાની તક પૂરી પાડશે.
· આ ક્ષેત્રો અને કંપનીઓ લાંબા ગાળાના મેગાટ્રેન્ડ્સને પ્રતિબિંબિત કરે છે જેમાં અર્થતંત્ર, વ્યવસાય અને સમાજમાં પરિવર્તન લાવવાની શક્તિ છે.
· બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રૂપના જણાવ્યા પ્રમાણે એનવાયએસઇ એફએએનજી + ઈન્ડેક્સમાંની 10 માંથી 7 કંપનીએ વર્ષ 2020 માટે ટોચની 50 ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ કંપનીઓમાંથી 4 સળંગ ઇનોવેટર્સ છે (ટોચની 50 કંપનીઓમાં 10થી વધુ વખત સ્થાન મેળવ્યું છે)
· એફએએનજી + કંપનીઓની કુલ માર્કેટ કેપ 7.7 લાખ કરોડ યુ.એસ. ડોલર છે, તેમની આવક ભારત સરકારની નાણાકીય વર્ષ 2019-20ની કુલ રિસિપ્ટના ત્રણ ગણી થવા જાય છે, તેમની પાસેની 500 અબજ ડોલરની રોકડ રકમ ભારતની વિદેશી અનામતના 85 ટકા જેટલી છે અને 179 અબજ ડોલરની ચોખ્ખી આવક તમામ ભારતીય ઈક્વિટીની એકત્રિત ચોખ્ખી આવકને પાર કરી જાય છે.
· એફએએનજી + ઇન્ડેક્સમાં રોકાણ કરવાથી ભારતીય રોકાણકારોને રૂપિયામાં થતાં ઘટાડા સામે પણ લાભ થશે.
“કેટલીક વૈશ્વિક કંપનીઓ ભાવિ મેગાટ્રેન્ડ્સને અનુસરવા ઉપરાંત તેની સળંગ નવીનતાઓ દ્વારા બદલાવ લાવે છે. તેને કારણે સમાજને આકાર મળવાની સાથે રોકાણકારોને વર્ષો સુધી સારું વળતર પણ મળ્યું છે. મિરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ ‘અને ‘મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ ફંડ ઓફ ફંડ ‘દ્વારા તેઓ આ વૈશ્વિક વિકાસની ગાથામાં ભાગ લઈ શકશે અને પરિણામે તેઓ પણ આ પરિવર્તનનો એક ભાગ એવો અનુભવ તેમને થશે’, એમ મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ના સીઈઓ સ્વરૂપ મોહંતીએ કહ્યું હતું.
મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી+ ઇટીએફના ફંડ મેનેજર શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવે કહ્યું કે, મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ અને ફંડ ઓફ ફંડ રોકાણકારોને 10 ઉચ્ચ વૃદ્ધિ કરતી ઈનોવેટીવ ટેક્નોલોજી કંપનીઓમાં કેન્દ્રિત અને સમાન વેઈટેડ રોકાણ પૂરું પાડશે જે કેટલાક મેગાટ્રેન્ડ્સમાં આગલી હરોળમાં સ્થાન પામે છે. આ કંપનીઓ તેના સંબંધિત ક્ષેત્રોમાં મોખરે રહેનારી અને સાતત્ય નવીનતાથી વૈશ્વિક સ્તરે બદલાવ લાવનારી અને આપણા રોજિંદા જીવનનો ભાગ બની છે. આ ઓફરિંગ્સ દ્વારા, રોકાણકારો ઓછા ખર્ચે વૈશ્વિક બજારોમાં રોકાણ કરી શકશે અને આ કંપનીઓની વૃદ્ધિમાં સહભાગી થઈ શકશે. છેલ્લા પાંચ વર્ષમાં, એનવાયએસઇ એફએએનજી + ઇન્ડેક્સે જોખમ પ્રોફાઇલમાં વધુ સારા વળતર સાથે નાસદાક 100 ઈન્ડેક્સ અને નિફ્ટી 50 ઈન્ડેક્સ કરતાં સારું વળતર આપ્યું છે. બંને યોજનામાં એનએફઓ દરમિયાન ન્યૂનતમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણોત્તરમાં કરી શકાશે.