1) મહામારી દરમિયાન કયા પરિબળોએ ગ્રુપ બિઝનેસની વૃદ્ધિને વેગ આપ્યો?
કોવિડ-19 ને કારણે સર્જાયેલું જોખમ અભૂતપૂર્વ છે. આ કટોકટીએ વીમા ઉદ્યોગે ભૂતકાળમાં અનુભવેલા તમામ જોખમોને પાછળ છોડી દીધા છે. આ કટોકટીને કારણે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સ ખરીદવાની જરૂરિયાત આજના જેટલી અગાઉ ક્યારેય નહોતી લાગી.
આ મહામારીએ તમામ વય જૂથના કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી છે. તેના કારણે ઉદ્યોગોમાં તમામ સ્તરે ઉત્પાદકતાને માઠી અસર થઈ છે. કર્મચારીઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે તે ઉદ્યોગની આવશ્યકતા છે. કંપનીઓની ફરજ છે કે તેમના કર્મચારીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. જેમણે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સ લીધા તેમના ધંધા વિનાવિક્ષેપ ચાલુ રહી શક્યા છે.
કર્મચારીઓ નોકરીમાં સાચવી રાખવા માટે પણ ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સની ખરીદી વધી છે. કંપનીઓને સમજાયું છે કે નવા કર્મચારીઓને નોકરીએ રાખવાનું અત્યારના સમયમાં મુશ્કેલ છે ત્યારે જુના કર્મચારીઓ છોડી જાય તે તેમને પરવડે તેમ નથી.
કર્મચારીઓની સુખાકારી માટે નવા નિયમો લાવવામાં ભારત સરકાર પણ સક્રિય રહી છે. તેને કારણે ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ ઉત્પાદન શરૂ કરે તે પહેલા તેમના કામદારોના હિતમાં રાજ્ય વીમા કર્મચારી વીમા યોજના હેઠળ આપવા પડતા ન્યૂનતમ નિયમનકારી લાભ ઉપરાંત વધારાના લાભ આપી રહી છે.
2) એ કહો કે, ઉદ્યોગની જરૂરિયાતોમાં કેવો નાટ્યાત્મ્ક બદલાવ આવ્યો અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ગ્રુપ હેલ્થ બિઝનેસના સંદર્ભમાં તેને કઈ રીતે પહોંચી શકશે ?
અગાઉ આરોગ્ય વીમાને આપણા દેશમાં મુખ્યત્વે ટાળી શકાય તેવો ખર્ચ ગણવામાં આવતો હતો. તે હવે એચઆર મેનેજર્સની મૂળભૂત આવશ્યકતા બની ગઈ છે. અમારા સર્વેમાં જણાયું છે કે, આ મહામારી દરમિયાન આરોગ્ય વીમા યોજનાઓની ખરીદી આશરે 50 ટકા વધી છે.
આરોગ્ય વીમાની ખરીદી અને તેને રિન્યુ કરવાની પ્રક્રિયામાં ધીમો બદલાવ આવી રહ્યો હોવાનું હું અનુભવી રહ્યો છું. અગાઉ જે પ્રકિયા એજન્ટ દ્વારા અથવા સામ-સામેની વાતચીત દ્વારા થતી તે હવે ડિજિટલી થઇ રહી છે. આપણે જાણીએ છીએ તેમ, ઘણી વીમા કંપનીઓ અને કોર્પોરેટ્સે તેમના કર્મચારીઓ માટે કોવિડના સમયમાં “ઘરેથી કામ” કરવાની પદ્ધતિ અપનાવી છે. મહામારીના પહેલા પણ અમે ટેક્નોલોજીનો સ્વિકાર શરૂ કર્યો હોવાના કારણે અમારા માટે, સાપેક્ષ વિશ્વમાં વિના વિક્ષેપે કામ સરળતાથી થતું રહેતું હતું. હવે, મોટાભાગના કોર્પોરેટ્સ તેમજ વીમા કંપનીઓ માટે આ પ્રક્રિયા સામાન્ય બની રહી છે.
આ ઉપરાંત, સાઇબર વીમાની માંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ રહી છે. કંપનીઓ પાસે સાઇબર હુમલાની સામે સલામતીનાં પૂરતા પગલાં નહીં હોવાને કારણે તેઓ આવા હુમલાનો ભોગ બની રહી છે. કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન) ના આંકડા મુજબ, કોવિડ 19 મહામારી દરમિયાન સાઇબર હુમલામાં ગયા વર્ષની તુલનામાં લગભગ 300 ટકાની વૃદ્ધિ થઈ છે.
સાઇબર હુમલામાં વૃદ્ધિ થવાની સાથે તેના વિશેની વધી રહેલી જાગરૂકતા, ગ્રાહકો અને ભાગીદારોની થર્ડ-પાર્ટી વીમા કવચની જરૂરિયાત ઉપરાંત યુરોપમાં નવા નિયમનો હેઠળ નિયમ ભંગની સામે 10 મિલિયનથી 20 મિલિયન યુરો (અથવા વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના 2 ટકા થી 4 ટકા) સુધીનો દંડ લાગવાજેવા પગલાંથી સાઇબર વીમાની માંગ ઘણી વધી છે.
3) આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની તેના ગ્રુપ કસ્ટમર્સને તેમની જરૂરિયાતને અનુરૂપ પોલિસીઓ આપવાની કેવી યોજના છે ?
છેલ્લા એક દાયકામાં એક વીમાદાતા તરીકેની અમારી પરંપરાગત ભૂમિકા જોખમને અપનાવનારથી બદલાઈને જોખમ ઉકેલનાર સહયોગીની બની છે. વીમા કંપનીઓ કોર્પોરેટ્સને મિલકતના નુકસાન, ધંધામાં વિક્ષેપ અને પરિવહન જોખમો જેવા પરંપરાગત જોખમો માટે વીમો આપતી આવી છે. હવે બદલાયેલા સમયમાં ડેટાને સંરક્ષણ, સાઇબર સિક્યુરિટી, બજારમાં અને શાખને નુકસાનના જેવા જોખમોને વધુ મહત્વ મળી રહ્યું છે. વીમા કંપનીઓ અને કોર્પોરેટ્સે જોખમને નિવારણ પદ્ધતિનો અમલ કરતા પહેલાં આવા સંભવિત જોખમોની શક્યતાને પારખવા માટે સાથે મળીને વિચારમંથન કરવાની જરૂર છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં અમે ગ્રાહકોને દાવાની ઝડપી પતાવટ અને પારદર્શિતાનો અનુભવ કરાવવા માટે તેમને ટેક્નોલોજીના વધુ સમન્વયવાળા જોખમ નિવારણ ઉકેલ ઓફર કરીએ છીએ. આ ઉપરાંત, ગ્રાહકોને ઝડપી અને સરળ સેવા મળે તે માટે દસ્તાવેજો નોંધાવવાની પ્રક્રિયા વધુને વધુ ઓનલાઈન કરવામાં આવી રહી છે.
માલની હેરફેરનું જીપીએસ ટેક્નોલોજી વડે પગેરું કાઢતા રહેવાથી કોર્પોરેટ્સ તેમની પૂરવઠા સાંકળમાં સંભવિત વિક્ષેપને ઘટાડી શકી છે. વેન્ડર્સ અથવા સપ્લાયર્સ તેમને સોંપવામાં આવેલો માર્ગ બદલે તો જીઓ-ફેન્સિંગને કારણે અમને તાત્કાલિક ચેતવણી મળે છે. તેથી સંબંધિત સત્તાવાળાની સાથે ઝડપી કાર્યવાહી શરૂ થાય છે.
અમે મૂલ્ય-વર્ધિત સેવાઓ પણ પ્રદાન કરી રહ્યા છીએ, જેથી બાંધકામ મશીનોના ખર્ચનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. મશીનના વપરાશની સામે તેના બળતણ ખર્ચને ગણવાની અમારી ટેક્નોલોજી વડે ક્લાયન્ટ્સ તેમના ઉપકરણોની સમયસર જાળવણી કરાવતા રહીને નુકસાન ઘટાડી શક્યા છે.
આરોગ્યના ક્ષેત્રે, અમે થોડા વર્ષો પહેલા ILTakeCare એપ્લિકેશન શરૂ કરી હતી, જેના કારણે ગ્રાહકોને તેમના તમામ આરોગ્ય રેકોર્ડ્સ અને પોલિસી-સંબંધિત માહિતી એક સ્થળેથી મેળવી શકે છે. ગ્રાહકો કોઈપણ સમયે ક્વોલિફાઇડ ડોકટરો સાથે 24X7 ટેલિ કન્સલ્ટેશન મેળવી શકે છે અને દાવા સંબંધિત દસ્તાવેજો ઓનલાઇન સબમિટ કરી શકે છે.
4) મહામારી પછી ઉત્પાદકો શા માટે વધુ સાઇબર સિક્યુરિટી કવચ લઈ રહ્યા છે અને પર્યાવરણમાં બદલાવનું જોખમ કેવું છે ?
મહામારી પછી ડિજિટલ સંદેશવ્યહાર અને ઈ-કોમર્સનો વ્યવહાર વધ્યો હોવાથી સાઇબર હુમલાઓના પ્રમાણમાં તીવ્ર