– અપ્રત્યક્ષ સમારોહમાં નીતિન ગડકરીની હાજરીમાં ગીતનું અનાવરણ.
– ગીતને સ્વર અને સંગીતબદ્ધ કરનારા છે શંકર મહાદેવન.
દેશની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાં સ્થાન ધરાવતી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ભારતમાં માર્ગ સલામતી પ્રત્યે વર્તણૂકીય પરિવર્તન લાવવાના તેના લાંબા સમયના પ્રયત્નોમાં વધારો કરતું ગીત ‘રાઇડ ટૂ સેફ્ટી’ રજૂ કર્યું છે. આ ગીતને શંકર મહાદેવને સ્વરબદ્ધ કર્યું છે અને સંગીત પણ આપ્યું છે. માર્ગ પરિવહન અને મહામાર્ગ તથા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના પ્રધાન નીતિન ગડકરીએ તેનું અનાવરણ કર્યું હતું.
વર્લ્ડ બેંકના 2018 ના અહેવાલ અનુસાર, વિશ્વમાં થતા માર્ગ અકસ્માતોમાં ભારતમાં થતા અકસ્માતોની સંખ્યા સૌથી વધુ હોય છે. આમાં માર્ગ અકસ્માતમાં વાર્ષિક 1.5 લાખ લોકોના મૃત્યુ થાય છે. આ અકસ્માતોને કારણે ભારતના જીડીપીને 3 % કરતા વધારે નુકસાન થાય છે. માર્ગ પરિવહન અને મહામાર્ગ મંત્રાલયે ઓક્ટોબર 2020 માં પ્રગટ કરેલા અન્ય અહેવાલ મુજબ, 2019 માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ત્રીજા કરતા વધુ (37%) ટુ-વ્હીલરના ચાલકો હતા. હેલ્મેટ નહીં પહેરવાના કારણે વર્ષ 2019 માં 44,666 લોકો (30,148 ડ્રાઈવર્સ અને 14,518 પિલિયન રાઈડર્સ સહિત ) ના મૃત્યુ થયા હતા. આ પ્રમાણ એ વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોનું 29.8% હતું. આ સંખ્યા અને પ્રમાણ માર્ગ અકસ્માતોને કારણે વધતી જતી જાનહાનિને લીધે નાગરિકોમાં માર્ગ સલામતી પ્રત્યે ઉચ્ચ સ્તરની જાગૃતિ લાવવાનું અને પગલા લેવાનું સૂચવે છે.
ભારતની સંગીત પ્રત્યેની રુચિને જોતાં, આઇસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની અભિવ્યક્તિના માધ્યમ તરીકે એક સારગ્રાહી ‘પદ્યમય કથાનક’ પસંદ કર્યું છે. આ ગીતનો હેતુ ‘વાહનમાં સલામત બેસવા’ માટેની વિચારધારાને પ્રોત્સાહન આપી લોકોની ઉર્જા જાગૃત કરી તેને ગીતમાં ઢાળવાનો છે. આ ગીતનાં શબ્દો, ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ચલાવતા સમયે સુરક્ષાનું માર્ગદર્શન આપવાની સાથે શું કરવું જોઈએ અને શું નહીં તેની સમજ આપે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ‘રાઇડ ટુ સેફ્ટી’ અભિયાન ખાસ કરીને બાળકો અને તેમના માતાપિતામાં માર્ગ સલામતી વિષે સમજદારી કેળવતી પગલાંસુચક દેશવ્યાપી પહેલ છે. આ પહેલ અંતર્ગત વર્ષ 2016 થી, દેશના મહાનગરો અને અન્ય મોટા શહેરોમાં 700 થી વધુ માર્ગ સલામતીને લગતી કાર્યશાળાઓ યોજાઇ છે, જેમાં 20,00,00 થી વધુ બાળકો અને તેમના માતાપિતામાં જાગૃતિ પ્રસરાવવામાં આવી છે. વધુમાં, આ પ્રયાસ અંતર્ગત, 1,30,000 થી વધુ બાળકો અને તેમના માતાપિતાને આઇએસઆઈ-માકર્વાળી ચાઈલ્ડ-સ્પેસિફિક હેલ્મેટ આપવામાં આવી છે. માર્ગ-સલામતી ગીતની રજૂઆત વડે પહેલનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે, જેનાથી મોટા પાયે લોકોને તે અનોખી રીતે સાંકળશે.
ગીતના લોકાર્પણ વિષે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ ભાર્ગવ દાસગુપ્તાએ કહ્યું, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વતી અમે માર્ગ સલામતી પ્રતિ અમારું યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ. અમારા ‘રાઇડ ટુ સેફ્ટી’ અભિયાનના અંગર્ગત રજૂ કરાયેલું આ ગીત, અમારા માર્ગ સલામતી વિશેના સંદેશાનો પ્રસાર કરવા અને માર્ગ સલામતી વિશેની આદતો કેળવવા માટે લોકોમાં વર્તણૂકમાં બદલાવ લાવવાનો પ્રયત્ન છે. હું આ ગીતનું અનાવરણ કરવા અને આ હેતુનું મહત્વપૂર્ણ સમર્થન કરવા બદલ શ્રી નીતિન ગડકરીજીનો આભાર વ્યક્ત કરું છું. હું શંકર મહાદેવનને પણ આ અનન્ય ગીતની રચના કરી સહયોગ આપવા બદલ તેમનો આભાર માનું છું, જે માર્ગ સલામતીનું પ્રતિક બની શકે અને વાહન વપરાશકારોને પોતાની સલામતી માટે અને બીજાના લાભ માટે યોગ્ય ડ્રાઇવિંગ વર્તણૂક દર્શાવવા માટે અસરકારક બની શકે છે. ”
ગીતને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની સોશિયલ મીડિયા એસેટ્સ અને રેડિયો જેવા પરંપરાગત માધ્યમો સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસર કરવામાં આવી રહ્યો છે. ગીતની દૃશ્યતા વધારવા માટે, સોશિયલ મીડિયા પ્રભાવકો પણ આ અભિયાનમાં સામેલ થશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે હંમેશાં તેના વ્યવસાયિક લક્ષ્યથી આગળ વધી અને મોટા પાયે સમુદાય સહિતના તમામ હિસ્સેદારોની સુખાકારીમાં ફાળો આપવાનો પ્રયત્ન કર્યો છે.