Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલમાં ટીવી પર સાસ-બહુની સિરિયલોનું રાજ ખતમ, હવે ધાર્મિક સિરિયલોની બોલબાલા.

Share

હાલમાં કોરોનાને લઈ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ટીવી શોની ટી.આર.પી રેટિંગમાં જોરદાર બદલાવ જોવા મળ્યો છે. સ્ટાર પ્લસની સીરિયલ મહાભારત હાલ નંબર વન શો બની ગયો છે. હાલ ટીવી પર બે ચેનલો પર ચાલી રહેલી રામાયણ વચ્ચે પણ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. કુલ મળીને જોઈએ તો ટોપ-ટેનનાં લીસ્ટમાં માત્રને માત્ર ધાર્મિક શોનાં નામ જ સામેલ છે. આ સપ્તાહે પહેલા નંબર પર મહાભારત છે. સિદ્ધાર્થકુમાર તીવારીની આ મહાભારત લોકોની પહેલી પસંદ બની છે. પાછલા સપ્તાહે આ શો બીજા નંબરે હતો. રિપિટ ટેલિકાસ્ટમાં નંબર વન બનીને પોતાની છાપ છોડવી શો નાં નિર્માતા માટે આનંદની વાત છે. ડીડી નેશનલ પર પ્રસારિત થઈ રહેલી શ્રી કૃષ્ણા બીજા નંબરે છે. પાછલા સપ્તાહે આ શો નંબર વન હતો. જ્યારે ત્રીજા નંબરે રામાનંદ સાગરની રામાયણ છે જે સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ થઈ રહી છે. અત્યારે આ સિરિયલમાં રામ-રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ચોથા નંબરે દંગલનો શો મહિમા શનિદેવ કી છે. રામાયણ, શ્રીકૃષ્ણા અને મહાભારત જેવા શો વચ્ચે શનિદેવ પણ ટોપ-ટેનની યાદીમાં છવાયેલા છે. પાંચમા નંબરે દંગલની રામાયણ છે. અત્યારે ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની રામાયણમાં પણ રામ-રાવણના યુદ્ધની શરૂઆત થઈ રહી છે. આ શોને પણ ઘણો પસંદ કરાઈ રહ્યો છે. આ સપ્તાહે ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોઈપણ સાસ-વહુની સિરિયલને ટોપ-ટેનમાં સ્થાન મળ્યું નથી. અત્યારે ધાર્મિક શોની જ બોલબાલા જોવા મળી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATM માં ચોરીનો પ્રયાસ.

ProudOfGujarat

ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો : ભરૂચ એલસીબીએ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડયો

ProudOfGujarat

ગુજરાત કામદાર સમાજ દ્વારા વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લી. ચાવજ ના ૧૫૦ થી વધુ કામદારોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે પુન્હ એકવાર ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાય ની માંગણી કરી હતી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!