મુંબઈથી મિત્રના હસ્તકે ઘોડદોડ રોડ ખાતે 46 જેટલી સોનાની ચેન વેચવા આવેલ વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો છે. હોલમાર્ક ચેક કરાવી આવવાનું કહી ઓફિસના બંને ઠગબાજો રૂપિયા 26 લાખથી વધુના મત્તાની સોનાની ચેન લઈ રફુચક્કર થઈ ગયા હતા.જ્યાં ભોગ બનેલા વેપારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને દગાબાઝોની શોધખોળ હાથ ધરી હતી.
મુંબઈના કાલા ચોકી નજીક આવેલ અભિદે નગરમાં રહેતા વચનારામ સમેલારામ દેવાસી સોનાનું જોબવર્ક કામ કરે છે.દરમ્યાન સુરત રહેતા તેમના મિત્ર વિશાલભાઈએ ઘોડદોડ ખાતે સોનાની લે-વેચની ઓફિસ ધરાવતા કેતન શાહ નામના વેપારી જથ્થાબંધ માં સોનાની ચેન લેવાની ઈચ્છા ધરાવતા હોવાની વાત જણાવી હતી.જેથી વચનારામભાઈ સુરત આવ્યા હતા.જ્યાં તેઓ મિત્ર વિશાલભાઈ જોડે ઘોડરોડ ખાતે આવેલી વેસ્ટ-ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કેતન શાહને ત્યાં ગયા હતા.જ્યાં વચનારામ ભાઈએ પોતાની પાસે રહેલી રૂપિયા 26 લાખથી વધુની સોનાની ચેન કેતન શાહને બતાવી હતી.કેતન શાહે સોનાની ચેન હોલમાર્કવાળી છે કે નહીં તે ચેક કરાવી આવ છું તેમ જણાવી ઓફિસેથી નીકળ્યા હતા.પરંતું કલાકો વીત્યા બાદ પણ કેતન શાહ ઓફિસ પરત ન ફર્યા હતા.જ્યાં ઓફિસમાં પહેલાથી બેઠેલ એક ઈસમ પણ બહાર જવાનું બહાનુ કાઢી નીકળી ગયો હતો.જો કે બંને દગાબાજોએ પહેલાંથી જ બનાવેલ પ્રિ-પ્લાન મુજબ 26 લાખથી વધુની સોનાની ચેન લઈ રફુચક્કર થઈ ગયા હતા.પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા વચનારામભાઈએ ઉમરા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી બંને ઠગાબાજોની શોધખોળ હાથ ધરી હતી.
મુંબઈથી મિત્રના હસ્તકે ઘોડદોડ રોડ ખાતે 46 જેટલી સોનાની ચેન વેચવા આવેલ વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો.
Advertisement