Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની અને ધ રેડ બ્રિક સમિટ, આઇઆઇએમ, અમદાવાદ રજૂ કરે છે, ‘મોતિલાલ ઓસવાલ થિંક ઇક્વિટી થિંક ક્યુજીએલપી કોન્ટેસ્ટ’ની ત્રીજી આવૃતિ

Share

મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની આજે જાહેર કરે છે, તેની સૌથી વધુ રાહ જોવાતી – ‘મોતિલાલ ઓસવાલ થિંક ઇક્વિટી થિંક ક્યુજીએલપી કોન્ટેસ્ટ’ની ત્રીજી આવૃતિ, જેમાં આઇઆઇએમ અમદાવાદની મુખ્ય વાર્ષિક સિમ્પોસિયમ રેડ બ્રિક સમિટની પણ ભાગીદારી છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશની બિઝનેસ સ્કુલના ટોચના વિદ્યાર્થીઓને અદ્દભુત મંચ આપવામાં આવશે, જેમાં તેઓ તેની સ્ટોકની પસંદગીની આવડતનું પરિક્ષણ કરશે, તેને વિશિષ્ટ પેનલની સામે રજૂ કરશે અને આકર્ષક ઇનામો જીતશે.
આ સ્પર્ધાના ભાગરૂપે ભારતની અલગ- અલગ બિઝનેસ સ્કુલના સ્પર્ધકો, તેમની જાતને મોતિલાલ ઓસવાલ જૂથની ક્યુજીએલપી સ્ટોક પિકિંગ મેથોડોલોજીથી પોતાની જાતને પરિચિત કરશે. તે મેથોડોલોજીનો ઉપયોગ કરીને તેમને એક સ્ટોક પસંદ કરવાનો રહેશે તથા તેને યોગ્યતાથી તક આપવાની રહેશે. અલગ- અલગ એન્ટ્રીને શ્રી રામદેવ અગ્રવાલ અને સિનિયર ફંડ મેનેજર દ્વારા એમઓએએમસી ખાતે, પસંદ કરવામાં આવશે. ટોચની 10 એન્ટ્રીને આઇઆઇએમ અમદાવાદ રેડ બ્રિક સમિટ 2019માં સ્ટોક માર્કેટની અનુભવી જ્યુરીની પેનલની સામે તેમની સ્ટોકની પસંદગીના આઇડિયા રજૂ કરવાનો મોકો મળશે.
જ્યુરીના સભ્યોમાં શ્રી રામદેવ અગ્રવાલ (કો-ફાઉન્ડર, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ), શ્રી આર શ્રીનિવાસન, (હેડ ઓફ ઇક્વિટી, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ) અને શ્રી પંકજ તિબરવાલ (ઇક્વિટી પોર્ટફોલિયો મેનેજર- સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, કોટક મ્યુચ્યુઅલ ફંડ)નો સમાવેશ થાય છે.
આ વર્ષે. 55 કોલેજોએ આ સ્પર્ધા માટે અરજી મોકલી છે અને મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ ટીમએ દરેક અરજી ચેક કરી રહી છે અને 10 કોલેજને (મોતિલાલ ઓસવાલ ગ્રુપની રોકાણની થીયરી ક્વોલિટી, ગ્રોથ, લોંગેવિટી, પ્રાઈઝ- ક્યુજીએલપીના આધારે) નક્કી કરશે.
10 નક્કી કરેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓને તેમના સ્ટોકના આઇડિયાઓ 1લી ઓક્ટોબર, 2019ના રોજ રજૂ કરવાનો મોકો મળશે. ફાઈનાલિસ્ટોને આકર્ષક રોકડ રકમ મળશે- વિજેતાઓને રૂ.5,00,000/-, બીજા નંબરને રૂ.3,00,000/-, ત્રીજા નંબરને રૂ.1,50,000/- નું ઇનામ મળશે અને અન્ય 7 ક્વોલિફાયર ટીમ દરેકને રૂ.50,000/-નું ઇનામ મળશે. દરેક ફાઈનાલિસ્ટને પ્રસંશા પ્રમાણપત્ર પણ મળશે.
આ સ્પર્ધા અંગે જણાવતા, શ્રી રામદેવ અગ્રવાલ, કો- ફાઉન્ડર, એમઓએફએસએલ કહે છે, “છેલ્લી બે આવૃતિમાં અમે જોયું કે, વિદ્યાર્થીઓએ ખરેખર ખૂબ જ સારા વિચારો રજૂ કર્યા છે. આ દર્શાવે છે કે, આ સદીની યુવા પેઢી શિસ્તમાં વળગી રહેવાનું તથા લાંબાગાળાના રોકાણની નીતિનું મહત્વ સમજે છે, પછી બજાર માટે ભલે તે સારો કે ખરાબ કોઈપણ સમય હોય. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને તેમની ક્યુજીએલપીની આવડતને ચકાસવા માટેની તથા તેમના જીવનના પ્રવાસની શરૂઆતના તબક્કામાં જ રોકાણની શરૂઆત કરવાની શ્રેષ્ઠ તક આપે છે. હું એ જોવા માટે ઉત્સાહિત છું કે, વિદ્યાર્થીઓ દ્વારા આ વર્ષે ક્યા સ્ટોકની પિચ તૈયાર કરવામાં આવી છે. દરેક સ્પર્ધકોને મારી શુભેચ્છા.”
આ નવીનતમ સ્પર્ધા અંગે ઉત્સાહિત અક્ષય મેહન્દિરાત્તા, કો-ઓર્ડિનેટર (સ્ટ્રેટર્જી), ધ રેડ બ્રિક સમિટ કહે છે, “ટીઆરબીએસએ આ સ્પર્ધાની ત્રીજી આવૃતિની યજમાની કરવા માટે અત્યંત ઉત્સાહિત છે. ત્રણ વર્ષના કોર્સમાં અમારા જેવા હજારો એમબીએના વિદ્યાર્થીઓ માટે શેર માર્કેટના ફંડામેન્ટલ્સ વિશેની માહિતી વધારવામાં આ સ્પર્ધા મહત્વપૂર્ણ બની રહી છે.”

Advertisement

Share

Related posts

ભરૂચ : કેબલ બ્રિજ પર આઇસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

સુરત જિલ્લામાં પ્રથમ વખત માંગરોળના ઇસનપુર ગામે ઉજ્જવલા ૨.૦ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શનનું વિતરણ.

ProudOfGujarat

વડોદરા : ડભોઈમાં ટેમ્પો ચાલકે બાઇકસવારને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!