કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
સાંજનો સમય છે અને મોટા ભાગના લોકો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે. નાના બાળકો પિતાજીના ઘરે આવવાની રાહ જોઇ રહ્યા છે કેમ કે બાળકોને આશા છે કે પિતાજી ઘરે આવશે ત્યારે અમારા માટે કઇને કઇક ભાગ લેતા આવશે. પરંતુ આજે બાળકોની એ આશા પરીપુર્ણ થતી નથી. પિતાજી કઇ ભાગ ન લાવ્યા હોવાથી બાળકો નિરાશ થઇ જાય છે અને જમવાની પણ ના પાડી દે છે. પરંતુ બાળકોની જીદ સામે આખરે પિતાને ઝુકવુ પડે છે અને બજારમાં જઇને બાળકો માટે નાસ્તો લાવી આપવો પડે છે. આ જ પરીવારની એક જીદ્દી છોકરી એટલે તૃપ્તિ. તૃપ્તિ નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર છે અને સાથે નટખટ હોવાથી પરીવારના સભ્યો તો ઠીક પરંતુ આસપાસના લોકોની પણ લાડલી બની જાય છે. મધ્યમવર્ગના પરીવારમાં લડકોડથી ઉછરેલી તૃપ્તિ બાળપણથી જ મક્કમ મનોબળવાળી અને અન્યાય સામે લડત આપનારી છે. તૃપ્તિ જ્યારે શાળામાંથી ઘરે આવી રહી હોય છે ત્યારે રસ્તામાં એક વ્યાજખોર ગરીબ પરીવારને પરેશાન કરી રહ્યો હોય છે ત્યારે બધા લોકો તો તેની સામે જોઇને આગળ નિકળી જાય છે પરંતુ તૃપ્તિ હાથમાં પત્થર ઉપાડીને વ્યાજખોરને મારે છે અને દોડીને જતી રહે છે. વ્યાજખોર કાંઇ સમજી શકતો નથી કે પથ્થર કોણે માર્યો અને તે ઉભો થાય તે પહેલા ગરીબ પરીવાર ત્યાંથી રવાના થઇ જાય છે. તૃપ્તિની બહેનપણી ઘરે આવીને જ્યારે આ વાત કરે છે ત્યારે બધા આશ્ચર્યચકીત થઇ જાય છે. ઘરના વડીલો તૃપ્તિની સમજાવે છે કે તું છોકરો નથી કે ગમે તેની સામે પડે છે પરંતુ તૃપ્તિ કહે છે કે હું તો અન્યાય સામે હંમેશા પડકાર બનીને લડતી રહીશ. આખરે પરીવારના વડીલો તૃપ્તિની વાતને માને છે અને હવે પછી તૃપ્તિને કોઇ લડાઇ કરતુ રોકતુ નથી. ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ઉતિર્ણ થઇને તૃપ્તિ કોલેજમાં અભ્યાસ શરૂ કરે છે. શાળા કરતા કોલેજનું વાતાવરણ એકદમ ભિન્ન હોવાથી તૃપ્તિ થોડા સમય માટે તો અભ્યાસ કરવાનું જ છોડી દેવાનો વિચાર કરે છે. પરંતુ ક્યારેય હાર ન માનનારી તૃપ્તિ કઇ રીતે કોલેજના વાતાવરણ સામે હાર માની શકે. તૃ્પ્તિ કોઇ પણ પરીસ્થિતીમાં કોલેજનો અભ્યાસ પુર્ણ કરવાનો નિશ્ચય કરે છે. તૃપ્તિ કોલેજમાં પણ હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવી રહી છે અને કોલેજમાં તૃપ્તિને મયંક નામના તેના જેવા જ ઉત્સાહી તથા અન્યાય સામે લડનારા યુવકનો સાથ મળી જાય છે. તૃપ્તિ અને મયંક સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી વધુ સમય એકબીજા સાથે વિતાવી રહ્યા છે અને સાથે મળીને અવાજ પણ ઉઠાવી રહ્યા છે.
તૃપ્તિ અને મયંક બગીચમાં બેસીને વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે કેટલાક યુવકો તેમની પાસે આવે છે અને પૈસાની માંગણી કરે છે. તૃપ્તિ પુછે છે કે અમે ક્યાં કારણથી તમને પૈસા આપીએ ત્યારે પેલા યુવકોએ કહ્યુ કે પ્રોટેક્શન મની. મયંકે આશ્ચર્ય સાથે કહ્યુ કે પ્રોટેક્શન મની? હા પ્રોટક્શન મની એટલે કે તમારે બગીચામાં જો શાંતિથી બેસીને પ્રેમ કરવો હોય અને કોઇના થી પણ પરેશાન ન થવુ હોય તો અમને દર મહિને પૈસા આપવા પડશે તેમ યુવકોએ કહ્યુ. અને પૈસા ન આપીએ તો? તેમ તૃપ્તિએ કહ્યુ ત્યારે યુવકોએ ધમકી આપતા કહ્યુ કે તો તમારા પ્રેમ સામે અનેક વિઘ્નો આવીને ઉભા રહી જશે. અમે તમારા જેવા ગુંડ્ડાઓથી ડરતા નથી અને પ્રેમનું રક્ષણ કરવા સક્ષમ છીએ, અમારે કોઇના રક્ષણની જરૂર નથી તેમ મયંકે જણાવી દીધુ. આજે પહેલી વખત બગીચામાં પ્રોટેક્શન મની ઉઘરાવી રહેલા યુવકોને ને કોઇ યુગલે પૈસા આપવાની ના પાડી હોવાથી કંઇ તો નવાજુની થવાના એંધાણ દેખાઇ રહ્યા છે. તૃપ્તિના કહેવાથી મયંક બગીચામાંથી બહાર નિકળી જવા તૈયાર થાય છે. પરંતુ આ સમયે પેલા યુવકો કહે છે કે, ડરી ગયાને હારી ગયાને અમારાથી, બગીચામાંથી ભાગવુ પડ્યુને, તેના કરતા થોડા પૈસા આપી દિધા હોત તો શાંતિથી તમે બગીચામાં બેસીને પ્રેમ કરી શક્યા હોત. આ સાંભળીને તૃપ્તિ તથા મયંકે કહ્યુ કે, શાંત છીએ તો એમ ન સમજતા કે અમે હારી ગયા, ફરી ઉભા થઇને પડકાર ફેંકીશુ. પરંતુ ટીખળી યુવકો તૃપ્તિ તથા મયંકની ધમકીને હળવાશથી લે છે અને તેમની સતત મજાક ઉડાડતા રહે છે. તૃપ્તિ અને મયંક બગીચામાંથી સીધા કોલેજમાં આવી જાય છે ત્યારે મયંક કહે છે કે તૃપ્તિ તું આજથી મારી પ્રેમીકા છુ અને રોજ આપણે પ્રોટેક્શન મની આપ્યા વગર જ બગીચામાં જઇને પ્રેમથી વાતો કરીશુ ત્યારે તૃપ્તિએ કહ્યુ કે આપણે ક્યાં પ્રેમી પંખીડા છીએ, આપણે તો મિત્ર જ છીએ. આશ્ચર્ય સાથે મયંકે કહ્યુ કે, આપણે તો મિત્ર જ છીએ પરંતુ પેલા યુવકો આપણને પ્રેમી પંખીડા જ સમજે છે અટલે આપણે પ્રેમી બની ને જ યુવકોને યોજના પુર્વક પાઠ ભણાવવાનો છે. આખરે મયંક અને તૃપ્તિ કોલેજના મિત્રો સાથે મળીને પ્રોટેક્શન મની ઉઘરાવી રહેલા યુવકોની માહીતી મેળવવાની શરૂઆત કરે છે ત્યારે જાણવા મળે છે કે આ બગાચામાં પ્રેમીઓને પરેશાન કરતા યુવકોની પાછળ હરીયા નામનો ગુંડો છે અને તે પ્રેમના પૈસાથી જ પોતાના ગોરખ ધંધાઓ ચલાવી રહ્યો છે. તૃપ્તિ અને મયંક મિત્રોની સાથે ગુપ્ત યોજના બનાવીને બગીચામાં બેસવા માટે જાય છે. તૃપ્તિ અને મયંકને બગીચામાં જોતાની સાથે જ પેલા યુવકો આવીને તેમની પાસે આવીને ધમકી આપતા કહે છે કે આજે તમે પૈસા નહી આપો તો તમારા હાડકા ભાંગી જશે. હાડકા કોના ભાંગે છે તે તો સમય આવ્યો જ ખબર પડશે તેમ તૃપ્તિએ કહ્યુ. આ સાંભળતા જ યુવકો ઉશ્કેરાઇ જાય છે અને તૃપ્તિ તથા મયંક બેઠા હોય છે તે તરફ આગળ વધે છે. જેવા યુવકો તૃપ્તિ અને મયંક પર પ્રહાર કરવા જાય છે ત્યાં અચાનક જ પચીસ જેટલા યુવક યુવતીએ તોફાની યુવકોને ઘેરી લે છે. આ જોઇને પ્રોટેક્શન મની ઉઘરાવી રહેલા યુવકો ગભરાઇ જાય છે અને બગીચામાંથી બહાર નિકળીને હરીયા પાસે પહોચી જાય છે. આજે પહેલી વખત હરીયાને કોઇએ પડકાર ફેક્યો છે અને હરીયાના ગોરખધંધાના અંત નો આરંભ થાય છે. હરીયો તેના યુવકો ઉપર ગુસ્સો થાય છે અને કહે છે કે તમારા જેવા નામર્દોના કારણે આજે મારી સામે કોઇએ અવાજ ઉઠાવ્યો છે અને જો તમે આજે કોલેજના યુવક યુવતીઓથી ડરી જશો તો આપણુ ડરનું સામ્રાજ્ય ખતમ થઇ જશે. હરીયો તેના યુવકોનો ઉત્સાહ વધારે છે અને ફરીથી બગીચામાં મોકલે છે. યુવકો આવે ત્યારે ફરીથી તૃપ્તિ અને મયંક એકલા જ હોય છે અને પ્રેમથી વાતો કરી રહ્યા હોય છે. પરંતુ જેવા યુવકો મયંક પર લાકડીથી માર મારવા જાય છે ત્યારે મયંક ચપળતાથી દુર ખશી જાય છે અને યુવકોને આમથી તેમ આખા બગીચામાં દોડાવી રહ્યો છે તો બીજુ બાજુ મંયક અને તૃપ્તિના મિત્રો આખી કોલેજના વિદ્યાર્થીઓની સાથે હરીયાના ઘરે પહોચી જાય છે અને હરીયાને પકડીને બગીચામાં લઇ આવે છે. હરીયાને બગીચામાં જોતાની સાથે જ તેના યુવકોની હિમ્મત તુટી જાય છે. ત્યારે તૃપ્તિ અને મયંક કહે છે કે આજ થી આ બગીચો અમારો છે અને જો તમારે અહી આવવું હોય તે અમને પ્રોટેક્શન મની આપવી પડશે. કોલોજના વિદ્યાર્થીઓની એકતાના કારણે હરીયા ગુંડ્ડાના સામ્રાજ્યનો અંત થાય છે અને પ્રેમી પંખીડાઓ નિર્ભય બનીને બગીચામાં પ્રેમની અલૌકીક પળોનો આનંદ માણી રહ્યા છે. પ્રેમનું નાટક કરતા કરતા તૃપ્તિ અને મયંક ખરેખર એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને સાથે અન્યાય સામે પડકાર બની રહ્યા છે.
-નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર-9824856247