મોસાલી પોસ્ટ ઓફિસ દ્વારા હાલમાં કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે લોકોને બેંકમાં નાણાં ઉપાડવા ન જવું પડે અને ઘરે બેઠા લોકોને પોતાની યોજનાનાં નાણાં મળી રહે તે માટે મોસાલી પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટર ઇમરાનભાઈ કુમ્ભારીયા અને અન્ય સ્ટાફ દ્વારા ડોર તુ ડોર (A.E.P.S.) આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ આધાર કાર્ડ આધારિત કોઈ પણ બેંકનાં નાણાં વિના મુલ્યે પોસ્ટ ઓફિસમાંથી ઘરે બેઠા મેળવી શકાય છે.પ્રજાની વિવિધ યોજનાઓ જેવી કે મહિલા જનધન યોજના, વિધવા સહાય, વૃદ્ધા સહાય, કિસાન કાર્ડ ધારક, વગેરે યોજનાઓનો લાભ તેમના ગામો જેવા કે હરસણી, ભીલવાડા, વડસોલ, શાહ, વસરાવી, મોસાલી,ચાંદરીયા,ગડકાછ વગેરે ગામડાઓમાં જઈ લોકોને નાણાં ઘરે સુધી પોંહચાડેલ છે. આ ઉપરાંત IPPBM યોજનાની માહિતી આપી લાભ લેવા અનુરોધ કરેલ છે કોરોના વાયરસની સાવચેતી રૂપે ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી છે. આ કાગીરી મોસાલી પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટર ઇમરાનભાઈ આઈ કુમ્ભારીયાનાં માર્ગદર્શન હેઠળ વજીરભાઈ (વકીલપરા) મુકેશભાઈ (હરસણી )સોમાભાઈ (ભીલવાડા)સઈદભાઈ (શાહ)સંદીપ ભાઈ (વસરાવી) એ ખુબ સુંદર કામગીરી બજાવી હતી એમ પોસ્ટ માસ્ટર શ્રી ઇમરાનભાઈ કુમ્ભારીયા એ જણાવેલ છે.
મોસાલી પોસ્ટ ઓફિસનાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી.
Advertisement