મોરબી:
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોબેશન ડી.વાય.એસ.પી ચૌધરી, એ ડિવિઝન પીઆઇ ચૌધરી, પીએસઆઈ ઝાલા તથા એ ડિવિઝન 150 પોલીસ કર્મચારીઓ અને એસ.આર. પી.ના જવાનો સહિતના કફલાએ શિસ્તબદ્ધ રીતે મોરબી બાયપાસ ઉમિયા સર્કલ ખાતે ફ્લેગ માર્ચ શરૂ કરી હતી.આ પોલીસ કફલાએ ઉમિયા સર્કલ, રવાપર રોડ, શનાળા રોડ, અયોધ્યાપુરી મેઈન રોડ, ગાંધીચોક, ગેસ્ટ હાઉસ રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી હતી.પોલીસે આ મુખ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ તમામ સ્થળોનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
Advertisement