Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબીના હળવદની GIDC માં કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના કરૂણ મોત.

Share

મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30 થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12 જેટલા મૃતદેહો હળવદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે 30થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે.

અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો.

Advertisement

Share

Related posts

પંચમહાલમા વરસાદે વિરામ લેતા ખેડુતોએ ખેતરમા પાકોની શરુ કરી વાવણી.

ProudOfGujarat

ભરૂચનાં ઝનોર ગામ ખાતે મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કરતા મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ProudOfGujarat

વસો તાલુકામાં ખેતરમાં શેડ ઉભો કરી ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!