સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામેલી મોરબીની ઠાકર લોજના ઠાકર પરિવારના સભ્યોએ ધંધામાં ભાઇઓ ભાગ મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ તેમજ મોરબીના જેલ રોડ પર આવેલ ઠાકર લોજ એન્ડ ગેસ્ટ હાઉસ તેમજ રાજકોટના જવાહર રોડ ઉપર આવેલ ગ્રાન્ડ ઠાકર અને સુહાગ પાર્ટી પ્લોટ મોટેલ ધ વિલેજ સહિત અમદાવાદ માં કરોડોની મિલકત ધરાવતા ઠાકર પરિવારના ભાઈઓ દ્વારા પોત પોતાનો હિસ્સો અલગ કરવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભુપતરાય કરુણાશંકર ઠાકર નરેન્દ્રભાઈ કરણા શંકર ઠાકર તથા ઓમ શંકર ઉર્ફે રાજુ કરુણાશંકર ઠાકર તથા સ્વર્ગસ્થ હસમુખરાય કરુણાશંકર ઠાકર જે ચારેય સગાભાઇઓ થાય છે અને તેઓનો પરિવાર આજદિન સુધી હિન્દુ સંયુક્ત કુટુંબ તરીકે પોતાની વારસાગત મિલકતમાંથી ગુજરાન ચલાવતો હોય તેઓએ મોરબીમાં ઠાકર લોજથી પોતાના ધંધા વ્યવસાયની શરૂઆત કરેલ હોય જે સંયુક્ત વ્યવસાય હોય જેમાં તમામ કૌટુંબિક સભ્યો સાથે મળીને આ ધંધો બિઝનેસ કરતા હોય અને તેની બાજુમાં આવેલી ઠાકર લોજની મિલકત ખરીદી હતી અને જેમાં સંયુક્ત પરિવારની રકમમાંથી અવેજની ચુકવણી કરવામાં આવેલ હોય. આ મિલકત અંગે હિન્દુ કુટુંબના સભ્ય વારસદાર તરીકે કાયદેસરનો લાગભાગ હક્ક હિસ્સો હોય જેમાં ભુપતરાય કરુણાશંકર ઠાકર તેમજ જયેશભાઈ ભુપતરાય ઠાકર દ્વારા તમામ મિલકતમાંથી હક્ક હિસ્સો લાગભાગ મેળવવા માટે કોર્ટમાં કાયદેસરનો દાવો દાખલ કરવામાં આવેલ છે અને કોર્ટ દ્વારા હાલના તબક્કે કોઈપણ પ્રકારની મિલકતમાં કોઈપણ તરીકે વાદીને તેનો હક્ક હિસ્સો આપવામાં ન આવે ત્યાં સુધી દાદાવાળી સ્થાવર અને જંગમ મિલકતમા કોર્ટ સમક્ષ વચગાળાનો મનાઇ હુકમ વાદી દ્વારા માંગવામાં આવેલ છે.