Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી, જામીન અરજી ફગાવાઈ

Share

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ નથી જેમાં કોર્ટે તેની જામીન માટે કરેલી અરજી ફગાવી દીધી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જોવાની ટકોર પણ કરી હતી.

મોરબીમાં ગત વર્ષ 30 ઓકટોબર 2022ના રોજ મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના કેસમાં આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ન હતી અને કોર્ટે તેમની જામીન માટેની અરજી ફગાવી દીધી હતી અને ટકોર કરતા કહ્યુ હતું કે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જુઓ. ઉલ્લેખનીય છે કે કેબલ બ્રિજ તૂટ્યો હતો જેના SIT ના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી સામે આવી હતી.

Advertisement

Share

Related posts

સાગબારા પોલીસે છેતરપિંડીની ફરિયાદ ન લેતા પીડિતે મુખ્યમંત્રી કાર્યાલયે આત્મહત્યાની ચીમકી આપી.

ProudOfGujarat

તીન પત્તીનો જુગાર રમતા ૧૧ શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ LCB….

ProudOfGujarat

રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન પાટણવાવના ઓસમ ડુંગરે આજથી યોજાશે લોકમેળો, હજારોની સંખ્યામાં ઉમટશે માનવ મહેરામણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!