Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

Share

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થીઓ સુધી પહોંચીને યોજનાનો લાભ આપી શકાય તેમજ સરકારની તમામ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે જિલ્લામાં કરાયેલી તૈયારીની જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.

Advertisement

આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા અને એન.ડી. કુગસીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારીયા, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર તેમજ સંલગ્ન વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જન શિક્ષણ સંસ્થા અને જે પી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી…..

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સ દ્વારા વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

ધરમપુર ના આંગણે “લષ્મીનારાયણ મંદિર” 13-10-2018 ના રાત્રે 9.30 વાગ્યે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ફેમસ કલાકાર એવા બકાભાઈ અને સાથી મિત્ર ગુજરાતી ફિલ્મ ની કલાકાર કિરણ ગોસ્વામી હાજરી આપશો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!