Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી-ટંકારામાં પ્રદુષણ ફેલાવનાર ૨ પેપરમિલ-૧ ફૂડ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારાઈ

Share

મોરબી જીલ્લામાં વધતા ઉદ્યોગો સાથે પ્રદુષણની સમસ્યા પણ વધી રહી છે પેપરમિલ એકમો અને ફૂડ ફેકટરીઓ પ્રદુષણ ફેલાવતી હોવાની રાવ વચ્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર રીપોર્ટ કર્યા બાદ વડી કચેરી ખાતેથી ૨ પેપરમિલ અને એક ફૂડ ફેક્ટરી સહિતની ત્રણ કંપનીને ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી છે તો એક ફેક્ટરીને ૪૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે

મોરબી જીપીસીબી અધિકારી મહેન્દ્ર સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગોર ખીજડીયા રોડ પર આવેલ નેક્સા પેપર નામની ફેક્ટરી દ્વારા મચ્છુ ૨ ડેમ પાસે પેપરમિલનો કચરો ફેકી પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય જેથી પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રક પકડાયો હતો અને પેપરમિલ નેક્સા પેપર ખાતે વિઝીટ કરી ગાંધીનગર રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં વડી કચેરી દ્વારા ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી અને ૪૫ લાખનો દંડ ફટકાર્યો છે

Advertisement

તેમજ ટંકારાના વીરપર નજીક આવેલ બીઝ કોર્પોરેશન નામની ફૂડ ફેક્ટરીનું દુષિત પાણી અને કચરો બહાર જતો હોવાથી પ્રદુષણ ફેલાય છે જે ફરિયાદને પગલે જીપીસીબી ટીમે વિઝીટ કરી ગાંધીનગર રીપોર્ટ કર્યો હતો અને વડી કચેરીથી ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે જયારે મોરબીના ઘૂટું ગામ નજીક આવેલ રોલ્ટાસ પેપરમિલમાં કચરો સળગાવી પ્રદુષણ ફેલાવાતું હોવાની રાવને પગલે ટીમે સ્થળ વિઝીટ કરી હતી અને વડી કચેરીમાં રીપોર્ટ કરતા ક્લોઝર નોટીસ આપવામાં આવી છે આમ કુલ ૩ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે ત્યારે પ્રદુષણ ફેલાવનાર અન્ય એકમોના સંચાલકોમાં દોડધામ મચી છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જીપીસીબી કચેરીના અધિકારીએ જણાવ્યું હતું


Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહિલા દિન નિમિત્તે સ્કીલ હબનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

માટીના કોડિયાનો ગૃહઉદ્યોગ મૃત: પ્રાયના આરે : ચાઈનીઝ કોડિયા, લાઈટોના આગમનનાં કારણે દેશી કોડિયાના ધંધા પર માઠી અસર.

ProudOfGujarat

ગોધરાનાં તીરઘરવાસ ખાતે બળીયા દેવ મહારાજનો તૃતીય પાટોત્સવ નિમિત્તે હોમ હવનનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!