ઉપરવાસમાં પણ સારા વરસાદને લીધે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં પાણીની આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ મચ્છુ-2 ડેમમાં હાલમાં 2274 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમ 70 % ભરાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી ડેમીની નીચાણવાળા ગામોને નદીના પટમાં ના જવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
જેમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોરખીજડીયા, માંનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર અને માળીયા તાલુકાના વિરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, બહાદૂરગઢ, રાસનગપુર,ફતેપુર અને માળીયા-મીંયાણા 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબીનો મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ચૂક્યો છે. જેથી મોરબી અને માળિયા તાલુકાના 19 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે. મોરબીનો મચ્છુ-3 ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે પાણીનો ભરપુર આવક થઇ રહી છે. જેને પગલે ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે 665 ક્યુસેક પાણીની આવક ચાલું હોય હાલમાં મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. જેથી રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવું પડે તેમ હોવાથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા વનાળીયા, ગોરખીજડીયા,સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળીયા અને હરિપરના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.
મોરબી-જેતપર પીપળી રોડ ઉપર ભારે વરસાદને કારણે રંગપર નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનવ્યવહારને માઠી અસર પડી છે. હાલના મુખ્ય રોડ ઉપર વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતા અસંખ્ય વાહન ચાલકો અને ઉદ્યોગકારો હેરાન પરેશાન થયા છે.