Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી સિવિલ હોસ્પિટલની ગેલેરીમાં મસમોટું ગાબડું પડતાં દર્દીઓનાં જીવ પડીકે બંધાયા

Share

મોરબી સિવિલ હોસ્પિટલમાં ગેલેરીના ભાગે મસમોટું ગાબડું પડ્યું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી પરંતુ તંત્ર સિવિલને રામ ભરોસે મૂકી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને જાનહાની ના થાય તે પહેલા કામગીરી કરી તેવી માંગ ઉઠી છે.

મોરબી સિવિલ હોસ્પીટલમાં આજે વહેલી સવારના સુમારે બીજા માળે ગેલેરીના ભાગમાં મસમોટું ગાબડું પડ્યું હતું. જોકે સ્થળ નજીક કર્મચારીઓ કામ કરતા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. મોરબીની સિવિલ હોસ્પિટલ સારી અને સલામત હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ જ્યાં દર્દીઓ સારવાર લેવા આવે છે તે જ બિલ્ડીંગમાં મસમોટા ગાબડા પડતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે જ્યાં ડોક્ટર અને દર્દીઓ માટે જીવનું જોખમ રહેલું છે છતાં પણ તંત્ર દ્વારા નક્કર કામગીરીના કરવામાં આવી હોવાના દર્શ્યો સામે આવ્યા છે. મસમોટું ગાંબડુ પડતા આસપાસ રહેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા.

Advertisement

મોરબીની સિવિલ હોસ્પિટલમાં વિડંબના તો જુઓ જ્યાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે તે બિલ્ડીંગ એટલું જોખમી છે કે ગમે ત્યારે સાજા સારા માણસને હેરાન પરેશાન કરી મુકે. આવા ગાબડા પડે તો સ્વસ્થ નાગરિક પણ હાથ કે પગ ગુમાવી આજીવન અપંગ બની સકે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે જ યોગ્ય મરામત કરવા લોક માંગ ઉઠી રહી છે.


Share

Related posts

હાંસોટના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો TB દર્દીઓ માટે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયા વિસ્તારના સ્વઘોષિત ઉમેદવારે વિધાનસભાનો ક્રમાંક પણ ખોટો લખ્યો, આવા નેતાઓ ચૂંટણીમાં ઝંપલાવશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!