Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના હરીપર ગામે પેટા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે ના મોત

Share

મોરબીના હરીપર (કેરાળા) ગામની સીમમાં આવેલ પેટા કેનાલ સાયફન પાસે પગ લપસતા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે વ્યક્તિના મોત થયા હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાહુલસિંહ રણજીતસિંહ રાવત (ઉ.વ.૨૭) અને રૂપસિંહ સગુજી પઢીયાર (ઉ.વ.૪૫) બંને હરીપર-ગાળા પેટા કેનાલ પાસે બેસેલ હતા ત્યારે પગ લપસતા બંને કેનાલમાં પડી જતા પાણીમાં તણાઈ જતા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા.

Advertisement

મૃતક રાહુલસિંહ મૂળ રાજસ્થાનના વતની હોવાનું જયારે રૂપસિંહ પઢીયાર અમદાવાદના વતની હતા જે બંને હાલ હરીપર (કેરાળા) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગ કારખાનામાં રહીને મજુરી કરતા હતા બંને પેટા કેનાલ પાસે બેઠા હોય ત્યારે પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી જતા મોત નીપજયા હતા. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના હરીપર (કેરાળા) ગામની સીમમાં આવેલ પેટા કેનાલ સાયફન પાસે પગ લપસતા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે વ્યક્તિના મોત થયા હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

ProudOfGujarat

તંત્ર ઘોર નીંદ્રામાં : નેત્રંગ તાલુકાના રસ્તાઓ પર મસમોટા ખાડા : રોજેરોજ અકસ્માતોની બનતી ઘટનાથી વાહનચાલકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

અમદાવાદનાં મેમનગરમાં જુગારધામ ઝડપાયું, 10 જુગારીઓની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!