Proud of Gujarat
FeaturedGujaratINDIA

હળવદના શક્તિનગર ગામે સ્મશાનની પાછળ જુગાર રમતા ૭ જુગારી ઝડપાયા, એક ફરાર

Share

હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે તો એક ઇસમ રેડ દરમિયાન નાસી ગયો હોય જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે શક્તિનગર ગામના સ્મશાન પાછળ રેડ કરી હતી જેમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા શરીફ મોહમદ ફકીર, ઇકબાલ મુસા મમાણી, રજાક અકબર જંગરી, સુરેશ વીનું વાઘેલા, નાનજી માલા વાઘેલા, મનસુખ લીલા ગોહિલ અને હસમુખ પ્રભુ ગડેશીયા એમ સાત જુગારીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૦,૭૦૦ જપ્ત કરી છે તો રેડ દરમિયાન આરોપી ગટીયો વાઘરી રહે ભવાનીનગર ઢોરા હળવદ વાળો નાસી જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement

જે કામગીરીમાં હળવદ પીઆઈ કે એમ છાસિયા, કિશોરભાઈ સોલગામાં, ગંભીરસિંહ ચૌહાણ, દેવેન્દ્રસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર સહિતની ટીમ જોડાયેલ હતી. હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે તો એક ઇસમ રેડ દરમિયાન નાસી ગયો હોય જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની વિવિધ ૧૨ કમિટીઓના ચેરમેનની No Repeat થિયરી સાથે વરણી કરાઈ

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી એ શંકાસ્પદ મેન્કોઝેબ કેમિકલ પાવડર સાથે બે ઈસમોની અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!