મોરબી શહેર નજીક આવેલ કાવેરી સિરામિક પાસે શ્રી હરી કોમ્પ્લેક્ષ ખાતે બાજુ બાજુમાં દુકાનો હોય અને દુકાન પાસે સામાન નહિ રાખવા બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો જે બે જૂથ બાખડી પડ્યા હતા અને મારામારી કર્યા બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના શનાળા રોડ પરના ન્યુ હાઉસિંગ બોર્ડમાં રહેતા વિરલ જીતેન્દ્રભાઈ પીઠવાએ આરોપી ધનજી પરમાર, કિરીટ ધનજી પરમાર, ધ્રુવ ધનજી પરમાર અને એક અજાણ્યો ઇસમ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હાઈવે પર કાવેરી સિરામિક પાસે શ્રી હરી કોમ્પ્લેક્ષમાં દુકાન આવેલ છે જ્યાં વિરલભાઈ અને તેનો ભાઈ જીત બંને દુકાને ગયા હતા અને બાજુમાં ટ્રકનું ગેરેજ આવેલ છે જે ગેરેજવાળા ધનજી પરમાર તેનો દીકરો કિરીટ બંને દુકાને આવી તમારો સામાન અહિયાં વચ્ચે રાખો છો ગેરેજમાં આવતા ટ્રકને નડતર થાય છે તમે તમારો સામાન આઘો પાછો રાખજો કહ્યું હતું જેથી અમારો સામાન નડતરરૂપ નથી કહેતા ધનજીભાઈ, કિરીટ ગાળો બોલવા લાગ્યા હતા અને કિરીટ પાસે પાવડો હતો જે લઈને મારવા દોડ્યો હતો બંને ગાળો બોલતા બોલતા જતા રહ્યા હતા બાદમાં ફરિયાદીએ પિતાને ફોન કરી જાણ કરી હતી જે ગેરેજ આવ્યા બાદ ભાઈ જીત નીકળી ગયો હતો અને બારેક વાગ્યે ધનજી અને તેનો દીકરો જેમતેમ બોલતા હતા જેથી પિતા તેને સમજાવવા જતા ધનજી અને તેનો દીકરો ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને ધનજીએ લાકડાના ધોકા અને કિરીટે હથોડો ઉપાડી અને ધનાભાઇનો બીજો દીકરો ધ્રુવ લોખંડ સળીયો તેમજ અન્ય ઇસમ પણ ભેગા થઈને ચારેય ફરિયાદીના પિતાને માર મારવા લાગ્યા હતા અને ઢીકા પાટું મારતા હતા તેમજ ધમંકી આપી કે આજ તો બચી ગયા પરંતુ ફરીવાર સામે આવશો તો ઠામ પતાવી દેશું કહીને જતા રહ્યા હતા.
જયારે સામાપક્ષે ધનજીભાઈ ટાભાભાઈ પરમારે આરોપી ટીનાભાઈ લુહાર અને ટીનાભાઈ લુહારનો દીકરો એમ બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ગેરેજ આગળના ભાગે આરોપીઓએ વાહન રાખેલ જેથી આઘા લેવાનું કહેતા સારું નહિ લાગતા બંને આરોપીએ લાકડી અને પાઈપ જેવા હથિયાર વડે માર મારી ગાળો આપી ફરિયાદી અને તેના દીકરા કિરીટને માથામાં ઈજા કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.