Proud of Gujarat
FeaturedGujaratINDIA

હળવદમાં કવાડિયાના પાટીયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

Share

હળવદમાં આજે સવારે કવાડિયાના પાટીયા પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ST બસના ડ્રાઇવર સાઈડના ભાગનો બુકડો બોલી ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ડ્રાઈવરને અનેક ઇજાઓ પહોંચી હતી. જ્યારે બસમાં સવાર ચાર જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે ખેડબ્રહ્મા-ભુજ રુટની ST બસ હળવદ ખાતેથી પસાર થઈ રહી હતી. ત્યારે કવાડિયાના પાટિયા પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રસ્તા પર જતાં ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જેને પગલે અકસ્માત સર્જયો હતો. જેમાં ST બસના ડ્રાઈવર સાઈડના ભાગનો બુકડો બોલી ગયો હતો અને બસ ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે બસમાં સવાર 4 જેટલા મુસાફરો અને ડ્રાઇવર સહિત 5 ઘાયલ પણ થયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિકો દ્વારા સત્વરે 108 ને જાણ કરવામાં આવી હતી. જેને પગલે 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બસ ડ્રાઇવર અને મુસાફરો સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્ય રથયાત્રા યોજાઇ ,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની ઉમટી…

ProudOfGujarat

મધર્સ ડે ની ઉજવણી માત્ર દેખાડો : રાજપીપળા પાસેના ગામમાંથી ઘરમાંથી તરછોડાયેલી વૃદ્ધ માતાની મદદે કોણ આવ્યું…??

ProudOfGujarat

ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રકની પણ ચોરી થતા અનેક સવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!