Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 10 લાખ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

Share

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આજે સુનાવણી દરમિયાન બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેમને ઝડપથી ન્યાય મળે. તે ઉપરાંત એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ. બીજી તરફ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે મૃતકોના પરિવારોને પાંચ લાખ આપવાની તૈયારી દર્શાવી હતી.

Advertisement

મોરબી બ્રિજ હોનારતનો મામલે અગાઉ ઓરેવા ગ્રુપે મૃતકોના પરિવારને 3.5 લાખ વળતર ચુકવવાની તૈયારી દર્શાવી છે તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી છે. જે મામલે કોર્ટે કહ્યું છે કે, શુ તમારી દષ્ટી વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? તેમજ કોર્ટે કહ્યું કે, અમને આ રકમ વ્યાજબી લાગતી નથી. જે સમગ્ર મામલે કોર્ટ મિત્ર કહ્યું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ.

30 ઓક્ટોબર 2022 ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130 થી વધુ લોકોનાં મોત થયા હતા. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. બ્રિજની મરામતનું કામ કરવા કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતાં ત્યાર બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા હતાં.


Share

Related posts

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો, હવે આ નેતાએ 150 કાર્યકર્તાઓ સાથે ભગવો ધારણ કર્યો

ProudOfGujarat

ભરૂચના દહેજ જીઆઇડીસી માં કેમિકલ કંપનીમાં તૈયાર થતા માં ટ્રમાડોલ ના કુલ 31.02 કિંમતના જથ્થાને ઝડપી પાડતી એ.ટી.એસ. ની ટીમ

ProudOfGujarat

સુરત શહેર માં છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!