મોરબી પંથકમાં ફરી અસામાજિક તત્વો મેદાનમાં આવ્યા હોય તેમ લાખોની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જૂની પીપળી ગામ નજીક કારમાં આવેલ ૩ ઇસમોએ કાર બાઈક સાથે અથડાવી માથાકૂટ કરીને ૨૯ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા હોય જે બનાવ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબીના નવી પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઈ સવજીભાઈ શીરવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કેલેફેક્સન ટેકનો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી કેશિયર તરીકે નોકરી કરે છે ગત તા. ૧૫ ના રોજ તે ફેકટરીએ હોય અને સાંજના સાડા સા સુધી ફેકટરીએ કામ કર્યું હતું જેમાં મહાદેવ આંગડીયા પેઢીમાંથી રૂ ૧૦ લાખનું આંગળિયું આવ્યું હતું તે રૂપિયા ફેકટરીમાં બિલીંગ કામ કરતા મયુર ચંદુલાલ ભલગામડીયા લઇ આવી ફરિયાદીને આપ્યા હતા અને શેઠ હિતેશભાઈ દલસણીયાએ રૂ ૨૦ લાખ આપેલ આમ કુલ ૩૦ લાખની તેની પાસે રકમ હોય જેમાંથી રૂ ૧ લાખ ભાડાના ચૂકવ્યા હતા બાકીના ૨૯ લાખ લઈને તેઓ બાઈક લઈને ફેક્ટરીથી ઘરે જવા નીકળ્યો હોય ત્યારે જૂની પીપળી ગામ નજીક એક ફોર વ્હીલ કાર આવી જેને ફરિયાદીના બાઈકને ટક્કર મારી હતી જેથી તે બાઈક સહીત પડી ગયો હતો અને બાદમાં કારમાંથી ત્રણ ઈસમો ઉતર્યા હતા જેને ઢીકા પાટું માર મારી રોકડ ભરેલ થેલો લઈને નાસી ગયા હતા. જે દરમિયાન ત્રણેય ઈસમો કાઈ બોલેલ નહિ અને શરીરના બાંધા પરથી તેઓ ૨૫ વર્ષની આસપાસની ઉમરના હોય તેવું લાગ્યું હતું અને અંધકાર હોવાથી મોઢા જોઈ શક્યા ના હતા મોરબી તાલુકા પોલીસે કારમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ૨૯ લાખની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે