Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત.

Share

મોરબી શહેરમાં બોરિયા પાટી નજીક આવેલ કેનાલમાં ડૂબી જતા ૩૯ વર્ષના યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કેનાલ રોડ પર કેનાલના પાણીમાં યુવાન ડૂબી ગયાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો જે બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

Advertisement

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક શાન્તુલાલ લાલરામ મીણા (ઉ.વ.૩૯) રહે સરતાનપર રોડ વાંકાનેરવાળા હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાને આપઘાતના ઈરાદે કેનાલમાં ઝંપલાવ્યું હતું કે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો તે સ્પષ્ટ થયું નથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

પ્રજા હિતમાં કે વિરોધમાં…..ભરૂચના આલી ઢાળથી મહંમદપુરા સુધી બનનાર ટ્રાઈ એન્ગલ બ્રિજની કામગીરી પહેલા જ વિવાદ, કેટલાક સ્થાનિકોએ આપ્યું કલેકટરને આવેદન

ProudOfGujarat

કતલ કરવાના ઇરાદે લઇ જતા ગૌવંશ સાથે ચાર ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!