Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ અંગે જાહેર વ્યાખ્યાન યોજાયું.

Share

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવન ઉપયોગી પાઠ વિષય પર સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલ ખાતે જાહેર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વક્તા તરીકે IIMA ના ALUMNI અને લેખીકા અમીબેન ગણાત્રાતથા અતિથિ વિશેષ તરીકે અગ્રણી શિક્ષણવિદ અશ્વિનભાઈ બરાસરા તથા ઉધોગપતિ નરેન્દ્રભાઈ સંઘાત, ભારતીય વિચાર મંચના પ્રાંત સહમંત્રી મદનલાલ નાહટા, સીરેમિક એસોશિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, ડો અનિલભાઈ મહેતા, વિપુલભાઈ અઘારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીના ડોક્ટરો, સી. એ., પ્રોફેસરો, શિક્ષકો, ઉધોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, યુવાનો અને પસંદગી પામેલા 75 વિધાર્થીઓ સહિત 372 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રાગટય બાદ ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન સાથે ભારતીય વિચાર મંચની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રોની વર્તમાન સમયમાં સંદર્ભ સાથે જરુરિયાતો સમજાવી કાર્યક્રમને રામાયણ મહાભારત સાથે વર્તમાન યુવાનોને જોડવા સેતુ સમાન ગણાવ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા અમીબેન ગણાત્રાએ અહલ્યા અને સ્ત્રી સશક્તિકરણથી શરુ કરી રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રો અને તેની વિશિષ્ટતાઓની ચર્ચા કરી શ્રોતાઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ત્યારબાદ તેઓનું મોમેન્ટો દ્વારા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આભાર દર્શન સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન સાહિત્ય વેચાણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસ્મય ત્રિવેદી તથા શૈલેષભાઈ કાલરીયાએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નગરપાલિકા ખાતે ગણેશ ચતુર્થીની અગત્યની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ એક વિસ્તાર ખાતે ની મહિલા ને ધમકીઓ આપી દુષ્કર્મઆચરનાર શખ્સની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!