Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

Share

મોડાસામાં રહેતા અને બિલ્ડીંગ મેટેરિયલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઇકો કંપની ફર્ટિલાઇઝર્સ ફ્રેન્ચાઇઝી લેવાની લ્હાયમાં તેની સાથે રૂ.29,59,760 ની ઓનલાઇન સાયબર ફ્રોડ થતાં ચકચાર મચી ગઈ છે. અઢી મહિનામાં વેપારીએ મોડાસાની બેંકના તેના પોતાના જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી રણવીરસિંહ નામના શખ્સે આપેલા ન્યૂ દિલ્હીની ફેડરલ બેંકના એકાઉન્ટમાં રૂ. 29.59 લાખ જમા કરાવ્યા બાદ વેપારીએ ઇફકો કંપનીની પ્રોડક્ટની માંગણી કરતાં સામે છેડેથી ઠગ કંપનીએ મોબાઈલ સ્વીચ ઓફ કરતાં વેપારીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની જાણ થતાં તેણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટના નંબરના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોડાસાની પારસ સોસાયટીમાં રહેતા અને મૂળ મેઘરજના બેડજના અને મોડાસામાં રહી બિલ્ડીંગ મટેરિયલ્સનો વેપાર કરતાં બળવંતસિંહ ભોઈ ઇફ્કો કંપનીની ફર્ટિલાઇઝરની ફ્રેન્ચાઈઝી લેવા માટે મોબાઇલમાં સર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન ઠગ ટોળકીએ તેમને ઓનલાઇન જાહેરાત ઉપર લીંક મોકલી હતી અને વેપારીએ તેમાં વિગતો ભરીને સબમીટ કરતાં મોબાઈલ નંબર 89 61 28 14 61 ઉપરથી ફોન આવ્યો હતો અને હિન્દી ભાષામાં વાત કરતાં ઠગે પોતે ઇફ્કો કંપનીમાંથી રણવીરસિંહ બોલું છું કહીને તેણે વોટ્સએપ મેસેજથી ડોક્યુમેન્ટ અને ફોટા મંગાવી ઇમેલથી પૈસા ભર્યાની પાવતી મંગાવીને તેણે એગ્રીમેન્ટ લેટર મોકલીને ઠગ ટોળકીએ ઇફ્કોની જુદી જુદી પ્રોડક્ટની ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી મોડાસાના વેપારીને વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે ફ્રેન્ચાઇઝીના પ્રોસેસિંગ માટેની તેમજ રાસાયણિક ખાતરના બેંક એકાઉન્ટમાં અઢી મહિનામાં ફેડરલ બેંક ન્યૂ દિલ્હી ખાતેના બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસ દ્વારા રૂ. 29, 59,760 જમા કરાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

ProudOfGujarat

રાજપીપળાના નવા ફળીયાની મસ્જિદ પાસે ધ્વજવંદનની આન બાન શાનથી ભવ્ય ઉજવણી કરાઈ હતી.

ProudOfGujarat

તળાજા પોલિસ ને પેટ્રોલીગ દરમિયાન મળેલી બાતમી ના આધારે જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!