મોડાસાની બે દિવસની મુલાકાત દરમિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાધુ-સંતોએ પોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી, જેમાં મુખ્યત્વે સાધુ-સંતોને પ્રોવિડન ફંડનો લાભ મળવો જોઇએ. આ સાથે જ મોડાસામાં પાંજરાપોળની જગ્યા મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
મોડાસાના ઉમિયા માતાજી મંદિરના પટાંગણમાં આવેલા ઉમાભવનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જિલ્લાના સાધુ સંતો અને મહંતો પંડિતો કથાકારો અને પૂજારીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો. વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અંગર્ત ભાજપ પ્રદેશ પ્રમુખની બે દિવસિય મોડાસા મુલાકાત હતી, તે દરમિયાન સાધુ-સંતો, મહંતો, ભજન મંડળીઓ સાથે સીધા સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, મોડાસાના ઉમિયા મંદિરના પટાંગણમાં આવેલા ઉમા હોલ ખાતે યોજાયેલી બેઠકમાં જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી, જેમાં મોડાસામાં પાંજરાપોળ માટે જગ્યા ફાળવવા અને જિલ્લામાં ટ્રસ્ટ સંચાલિત મંદિરોના પૂજારીઓના પીએફનો લાભ મળવા સહિતની રજૂઆત કરાઇ હતી.
જેમાં સાધુ સંતો અને પૂજારીઓના પ્રશ્નોને લઈ રજૂઆત કરતા સાધુ-સંતોએ જણાવ્યું કે, ટ્રસ્ટ સંચાલિત અન્ય મંદિરોના પૂજારીના પી.એફ. કપાય છે તેવી જ રીતે અરવલ્લી જિલ્લામાં આવેલા તમામ ટ્રસ્ટ સંચાલિત મંદિરોના પૂજારીઓના પી.એફ કપાવા જોઈએ તથા પેન્શન યોજના માટે ચર્ચા કરી હતી. સાથે સાથે અરવલ્લી જિલ્લામાં ઘણાં સમયથી પાંજરાપોળની માંગણી કરવામાં આવી હોવાનું અને તેની માટે જગ્યા ફાળવવામાં આવે તેવી સંતો મહંતો અને પંડિતો દ્વારા રજૂઆત કરાઇ હતી. આ પ્રસંગે મોડાસા પાસેના દેવરાજધામના ગાદીપતિ ધનગીરી બાપુ તથા બાલકદાસ બાપુ તથા સાધુ સંતો તથા પૂજારીઓ કર્મકાંડી ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.