Proud of Gujarat
FeaturedGujaratINDIA

અભિનેત્રી રસિકા દુગ્ગલ સ્ટારર વેબ સિરીઝ ‘અધૂરા’ નું હોરર ટીઝર રિલીઝ

Share

મિર્ઝાપુરમાં બીના ત્રિપાઠીનો રોલ નિભાવનારી રસિકા દુગ્ગલે પોતાની નવી વેબ સિરીઝ અધૂરાનું ટીઝર રિલીઝ કર્યુ છે. આ અમુક જ મિનિટના ટીઝરમાં એક બાળક બતાવાયુ છે અને તેની ઉપર એક દાઝેલા ભયાવહ ચહેરાની ઝલક જોવા મળે છે. આ વેબ સિરીઝની ત્રીજી સિઝનનું ટીઝર રિલીઝ થતા જ વાયરલ થઈ રહ્યુ છે.

અધૂરા વેબ સિરીઝનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. આ ટીઝરને શેર કરતા રસિકા દુગ્ગલે લખ્યુ- ફરી એક વખત આ રિયુનિયનને જરૂર જોજો…અધૂરા…પ્રાઈમ વીડિયો પર…7 જુલાઈથી.’ આ વેબ સિરીઝની અત્યાર સુધી બે સિઝન આવી ચૂકી છે અને આ ટીઝર બાદ ત્રીજી સિઝનને લઈને ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. આ વેબ સિરીઝ ગૌરવ ચાવલા અને અનન્યા બેનર્જીએ ડાયરેક્ટ કરી છે.

Advertisement

ઉલ્લેખનીય છેકે રસિકા મિર્ઝાપુર સિવાય મેડ ઈન હેવન, આઉટ ઓફ લવ અને ઓકે કોમ્પ્યુટરમાં જોવા મળી ચૂકી છે. આ સિવાય ઘણી ફિલ્મોમાં પણ પોતાની અદાકારી દર્શાવી ચૂકી છે. જેમ કે અનવર, ઔરંગઝેબ, બોમ્બે ટોકીજ, લસ્ટ સ્ટોરીસ સિવાય ઘણી ફિલ્મો સામેલ છે.


Share

Related posts

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’ : કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

ProudOfGujarat

ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર અટકાવવા મૂળ નિવાસી સંઘ એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ઇન્સ્ટાગ્રામ એ નવું શાનદાર ફીચર લોંચ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!