તા.૧૫
યજુવેન્દ્રસિંહ ચુડાસમાં
મહેમદાવાદ, જિલ્લો-ખેડા
મહેમદાવાદ તાલુકા પંચાયતમાં આજરોજ યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. ભાજપના સભ્યએ બળવો કરી કોંગ્રેસમાં જતા આ સ્થિતીનું નિર્માણ થયું છે. ગત તા-૧૩ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમા સભ્યોનાં હોબાળાનાં કારણે ચૂંટણી મોકુફ રાખવાની ફરજ પડી હતી. અને તા-૧૫ ના રોજ ફરીવાર ચૂંટણી યોજવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ. તાલુકા પંચાયત કુલ ૨૬ બેઠકો છે. જેમાં ભાજપ પાસે ૧૪, કોંગ્રેસ ૧૧ અને ૧ અપક્ષ પાસે છે. આજે બપોરે ૩:૦૦ કલાકે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ માટે સાવિત્રીબેન ચૌહાણ અને ચંપાબેન ડાભી બંને ભાજપના ઉમેદવાર હતા. જ્યારે ઉપપ્રમુખ માટે રામસિંહ ઝાલા કોંગ્રેસના અને વૈશાલીબેન પટેલ ભાજપના ઉમેદવાર હતા. જ્યારે સાવિત્રીબેન ચૌહાણ ૧૩ વોટ અને ચંપાબેન ડાભીને ૯ વોટ મળ્યા હતાં. છેલ્લી ધડીએ સાવિત્રીબેન કોંગ્રેસ સમર્થન જાહેર કરતાં તાલુકા પંચાયત પર કોંગ્રેસ સત્તામેળવી છે. જ્યારે ભાજપમાં ભંગાણ પડ્યું હતું. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે પણ કોંગ્રેસના રામસિંહ ઝાલાનો વિજય થયો છે.