હવે દવા કંપનીઓની નફાખોરી સામે કેન્દ્ર સરકારે કોરડો વીંઝતો નિર્ણય કર્યો છે જે મુજબ દવા કંપનીઓ એકવર્ષમાં દવા કે ઈકવીપમેન્ટના ભાવમાં 10 ટકાથી વધારે વધારો કરશે તો તેના લાયન્સન્સ કેન્સલ થવા સુધીના આકરા પગલાં લઇ શકાશે દવાની કોઇ પણ કંપની હવે એક વર્ષમાં 10 ટકા કરતાં વધુ ભાવ વધારો કરી શકશે નહીં.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ આ આદેશ કર્યો છે આ આદેશ એનપીપીએ પોતાનાં એ રિપોર્ટ બાદ જારી કર્યો છે કે જેમાં એવો ખુલાસો થયો હતો કે પ્રાઇવેટ હોસ્પિટલ પોતાનાં ત્યાં દવાનાં પેકેજ પર વધુ એમઆરપી લખાવે છે અને તોતિંગ નફો કમાય છે.
એનપીપીનાં ગત સપ્તાહે જારી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે જો દવાની કંપનીઓ એમઆરપીથી 10 ટકા વધુ કિંમત એક વર્ષમાં વધારશે તો તેની પાસેથી વ્યાજ સહિત વધારાની કિંમત વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં, આવી કંપનીઓ પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે.વધારેલ કિંમતનું વ્યાજ જે તારીખથી કંપનીઓએ ખોટી રીતે એમઆરપી વધારી હશે તે તારીખની અસરથી આ વ્યાજ વસૂલ કરવામાં આવશે. એનપીપીએનાં આ આદેશનો અમલ કરવાની અને તેનું મોનિટરિંગ કરવાની કામગીરી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ને સોંપવામાં આવી છે.
એનપીપીએ આ અંગે CDSCOને જણાવ્યું છે કે,”દવા અને ઇક્વિપમેન્ટ કંપનીઓ જો આ નિયમ અને આદેશનું પાલન ન કરે તો તેમનાં લાઇસન્સ રદ્દ કરવામાં આવે એટલું જ નહીં, એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવા માટે પણ એનપીપીએ CDSCOને આદેશ કર્યો છે. દેશમાં CDSCO દવા કંપનીઓને દવા બનાવવા, વેચવા તેમજ આયાત કરવાનું લાઇસન્સ આપે છે