અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની. બસ ખીણમાં પડી જતાં તેમાં સવાર 17 લોકોનાં મોત થયાં છે. બસમાં 6 ભારતીયો સહિત 40 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં લગભગ 22 અન્ય લોકો ઘાયલ થયા છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
નાયરિત રાજ્ય સુરક્ષા અને નાગરિક સંરક્ષણ સચિવ જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું કે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખીણ લગભગ 50 મીટર (164 ફૂટ) ઊંડી હતી. મૃતકોમાં 14 વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બસમાં 40 મુસાફરો સવાર હતા. દરેક જણ તિજુઆના તરફ જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે બસ રાજ્યની રાજધાનીની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.
સિવિલ ડિફેન્સ સેક્રેટરી જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બસ લગભગ 50 મીટર ઊંડી હોવાથી બચાવ કામગીરી મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે 17 મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.