Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ધોળીકુઈ ગામે વીર ભાથીજી મહારાજની છઠ્ઠી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઇ.

Share

માંગરોલ તાલુકાના ધોળીકુઈ ગામે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની છઠ્ઠી સાલગીરી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ભાથીજી મહારાજની શોભાયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોળીકુઈ ગામના કંચન મહારાજ તેમજ તેમના ગુરુ રૂપસિંહ મહારાજ, ગામ કામલિયા તેમજ રાજપરાના અવિનાશ માતાજી હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી આ શોભાયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઓન લાઈન ગુજરાતી કવિ સંમેલનનું ઉદ્ઘાટન કલાકાર જનક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર ને હા. નંબર 48 ઉપર કાર , બસ અને ટ્રક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે અપાયેલી નોટીસ મામલતદાર તરફથી અસ્વીકાર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!