માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રાઈબલ સપ્લાન્ટ ગ્રાન્ટ માંથી રૂપિયા 3,94 કરોડના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત આયોજનની બેઠકમાં પ્રાયોજના વહીવટદાર બી બી ચૌધરી એસ.ઓ. અક્ષયભાઈ માંગરોળ તાલુકા વિકાસ અધિકારી બી.ડી સિસોદિયા માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલભાઈ વાળા, તેમજ સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત અને શાસક પક્ષના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયત બેઠકમાં ચૂંટાયેલા સભ્યો અને વિવિધ ગામના આગેવાનો દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં ખૂબ જ જરૂરિયાત વાળા વિકાસ કામોને આયોજનમાં લેવા રજૂઆતો કરવામાં આવી હતી જેથી આ બેઠકમાં રસ્તા પેવર બ્લોક પાઇપ લાઇન શાળાઓના જર્જરીત ઓરડાઓ સહિત અનેક પ્રકારના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે કૃષિ પશુપાલન સહિત કામોને આયોજનમાં આવરી લેવામાં આવ્યા છે.
માંગરોળમાં ટ્રાઇબલ સબ પ્લાન્ટ પ્રેરિત ગ્રાન્ટમાંથી ₹. 3.94 કરોડના વિકાસ કામોનાં આયોજનની બેઠક યોજાઇ.
Advertisement