ઝંખવાવ શ્રી બી. એમ ખત્રી ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે સાતમો વાર્ષિક મહોત્સવ તારીખ – ૧૭/૦૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય ગણપસિંહ વી. વસાવા. કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. વિશેષ અતિથિ તરીકે અશ્વિનસિંહ ઠાકોર, ફોરમબેન દેસાઈ, સંદીપભાઈ દેસાઈ, દિનેશભાઈ સુરતી, કિરણભાઈ ઘોઘારી, ટ્રસ્ટના પ્રણેતા માતૃ રાનીબેન ખત્રી, ટ્રસ્ટના પ્રમુખ દીપચંદસર તથા ટ્રસ્ટના ડિરેક્ટર નવિનસર તથા ટ્રસ્ટી વિમલા મેડમ, વાલીગણ અને અન્ય અતિથિઓ હાજર રહ્યા હતા.
વાર્ષિક મહોત્સવનો મુખ્ય હેતુ ‘ વિવિધતામાં એકતા ‘ જેમાં સુંદર કૃતિઓ રજૂ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ગત વર્ષનાં પ્રથમ ક્રમાંક મેળવનાર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનોના વરદ હસ્તે મેડલ અને ગિફ્ટ દ્રારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ અમારી શાળાના પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ સર્ટિફિકેટ અને ટ્રોફી દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતાં શાળાના બેસ્ટ ટીચર તરીકે શાળાના શિક્ષિકા જનકબેન સુરમાને એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રમુખ દીપચંદ સરના હસ્તે ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં અંતે શાળાના કો – ઓર્ડીનેટર ગજેન્દ્ર સિંહ ચૌબે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.
વિનોદ મૈસુરિયા : માંગરોળ
માંગરોળ તાલુકાના ઝંખવાવની શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭ મો ‘વાર્ષિક મહોત્સવ’ ઉજવાયો.
Advertisement