વાંકલ ખાતે આંતરરાષ્ટ્રીય મિલીટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને કૃષિ પ્રદર્શનને માંગરોળના માજી કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ જે આપણા મીલેટ્સ છે જેમાં જુવાર,બાજરી,નાગલી,રાગી કોદરા, ચીણો,સામો, મોરૈયો જેવા ખોરાકનો ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારના લોકો મીલેટ્સનો ઉપયોગ કરી તંદુરસ્ત રહે જેથી સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ એ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષે તંદુરસ્ત રહેવા માટે જીવનશૈલી બદલી મિલેટસ નો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું.
વિવિધ કૃષિ તજજ્ઞોએ પણ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું ખૂબ જ મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. જેમાં મિલેટસ રોટલા પૂરતું સીમિતના રહેતા મિલેટસમાથી અનેક પ્રકારની વાનગીઓ પણ બને છે જેમાં તત્વ પ્રોટીન ફાઇબરનું ખૂબ જ પ્રમાણ વધુ હોવાને કારણે તંદુરસ્તી માટે ખૂબ મહત્વ ધરાવે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો વિશે વિસ્તૃત માહિતી આપી જમીનમાં ઉગાડવામાં આવતા પાકોમાં રાસાયણિક ખાતરો દવાનો ઉપયોગ બંધ કરી અને જીવામૃત અને અન્ય આયામોનો ઉપયોગ કરી રાસાયણિક મુક્ત પાક ઉત્પાદન મેળવી જમીનનું સંવર્ધન કરી સ્વસ્થ રોગમુક્ત જીવન જીવવા વિશે સમજ આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ પ્રાકૃતિક ખેતી મહિલા મંડળની બહેનો દ્વારા મિલેટસમાંથી બનાવેલ વાનગીઓ, ખેતી વિશે વિવિધ સ્ટોલની મુલાકાત લઇ મિલેટસ વિશે માહિતી મેળવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : વાંકલમાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
Advertisement