Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના પીનપુર ગામે પત્નીને ફાંસો આપી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

Share

ઉમરપાડા તાલુકાના પીનપુર ગામે આડા સંબંધના વહેમમાં પત્નીને દોરી વડે ફાંસો આપી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. પીનપુર ગામના આમલી ફળિયામાં રહેતો મહેશ વાડીલાલ વસાવા ઉંમર વર્ષ 31 ના લગ્ન માંડવી તાલુકાની નાનીચેર ગામની મનિષાબેન ભીખુભાઈ ચૌધરી સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ મહેશ પત્ની ઉપર આડા સંબંધનો શક રાખતો હતો જેથી અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. ગતરોજ જમવાનું બનાવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પતિએ આડા સંબંધ વહેમના કારણે પત્ની મનીષાની ઘરમાં દોરી વડે ફાંસો આપી હત્યા કરી નાખી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવતા પોલીસે આ દિશામાં કામગીરી શરૂ કરી હતી ત્યારે ઉમરપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ભંગિયા ભાઈને બાતમી મળી હતી કે સદર ગુનાનો આરોપી ભાગી છૂટવાની ફિરાકમાં છે અને હાલ ખેતરમાં છુપાયો છે જેને આધારે પોલીસ કર્મચારીઓની ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા : માં શક્તિ યુવક મંડળનાં યુવાનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આદિવાસી લોકોને ભોજન પૂરું પાડી રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી વધુ 22 નોંધાતા કુલ આંકડો 1939 થયો

ProudOfGujarat

ભરૂચનાઓને પ્રશંસનીય સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!