માંગરોળ તાલુકાના વાંકલ વડ અને ઝરણી ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે બે કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
વાંકલ ગામથી બોરીયા પરવટ ગામ સુધીના માર્ગનું નિર્માણ રૂપિયા એક કરોડ 60 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વાંકલ ગામે વેરાવી ફળિયા સ્મશાન તરફ જતા રસ્તો રૂપિયા દસ લાખના ખર્ચે નિર્માણ કરાયો છે તેમજ આઠ લાખના ખર્ચે સતકેવલ મંદિરમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરાયું હતું જ્યારે બોમ્બે ફળિયામાં દસ લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેક્શન વોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ઝરણી ગામે રૂપિયા ૧૫ લાખના અને વડગામે રૂપિયા 15 લાખ ખર્ચે નિર્માણ થનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુર્હુત કરાયું હતું. કુલ રૂપિયા 2 કરોડ 18 લાખના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ, દિનેશભાઈ સુરતી જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ