Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વડ ગામે ખોડીયાર માતાજી મંદિરની ચોથી સાલગીરીની ભવ્ય ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના વડ ગામે ખોડીયાર માતાજી અને મહાકાળી માતાજીના મંદિરની ચોથી સાલગીરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ભજન સત્સંગના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ખોડીયાર માતાજી અને મહાકાળી માતાજીના મંદિરે સવારે હોમ હવન પુંજાપાઠ કરવામાં આવ્યા હતા, સાંજે મહેમાનો ભાવિક ભકતો અને ગ્રામજનો એ મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ ભજન કીર્તન સંતવાણી સત્સંગનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અમરસિંગભાઈ સહિતનાં કલાકારોએ ડાયરામાં રમઝટ જમાવી હતી. વડ ગામમાં માતાજી મંગીબેન કેશવભાઈ ચૌધરીના સાનિધ્યમાં ગામના ભાવિક ભક્તોના સહકારથી ખોડીયાર માતાજી અને મહાકાળી માતાજીના મંદિરની ચોથી સાલગીરી ભક્તિ ભાવ અને આનંદ ઉત્સવ સાથે ઉજવવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લ્યો બોલો – ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં 15 થી વધુ કોર્પોરેટરો મળી 1 કી.મી નો તાજીયા રૂટ સરખો નથી કરાવી શક્યા

ProudOfGujarat

રાજપીપળા : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’.

ProudOfGujarat

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!