વિદ્યા માટે કહેવાયું છે કે વિદ્યા એક એવું સાધન છે કે જેને ચોર ચોરી જઈ શકતો નથી, ભાઈએ ભાગ પડતા નથી કે રાજા (સરકાર) હરી શકતો નથી.
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમીમાં આશીર્વચન કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જેઓ આ વર્ષે શાળામાંથી વિદાય લેવાના હતા તેઓ પોતાની કારકિર્દી બનાવી આગળ વધી પોતાનું જીવન સારી રીતે જીવે તે માટે આર્શિવચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ત્રણ ધર્મગુરુઓ પંડિત વલ્લભ જોશી, ફાધર.ચાર્લ્સ અરૂલદાસ એસ.જે. અને તેમનાં સાથી પારિશ પ્રિસ્ટ ઝંખવાવ ગુજરાત ચર્ચના કેથોલિક પ્રિસ્ટ તથા મોલાના સઈદ રંગીલા તેમજ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જેમાં ત્રણેય ધર્મગુરુઓ દ્વારા પોતાના ધર્મગ્રંથો વેદો-પુરાણો, બાઇબલ, કુરાન જેવા ધર્મગ્રંથોમાં જે ગુરુ અને વિદ્યાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તે જણાવતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની અને કારકિર્દીમાં સફળતા મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓને હંમેશા હિતના સન્મુખ અને સાચા માર્ગ પર આગળ વધવા જણાવ્યું હતું. આચાર્ય દ્વારા પોતાના આશીર્વચન શબ્દોમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધવાની, સફળતાના માર્ગમાં ચાલતા રહેવાની અને હંમેશા સત્યનો માર્ગ અપનાવવાની શુભેચ્છાઓ આપવામાં આવી. આચાર્ય વૈભવ અગ્રવાલે પોતાના આશીર્વચન શબ્દોમાં વિદ્યાર્થીઓને પોતાનું બેસ્ટ આપવાની શુભેચ્છાઓ પાઠવી અને અંતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શિક્ષકોના આશીર્વાદ લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ