આ કાર્યક્રમમાં આચાર્ય વૈભવ અગ્રવાલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની દિક્ષાંત સમારોહ ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અબ્દુલ ખાલેક બદાત અને સાઈદા બદાત જેઓ એજ્યુકેશનિષ્ઠ ફિલાંથરોપિસ્ટ હાજર રહ્યાં હતાં. મુખ્ય અતિથિ એ એક પતંગિયાના જીવનની ચિત્રકથા સંભળાવી અને વિદ્યાર્થીઓના જીવનની કથા સાથે સરખાવી હતી.
આજનો કાર્યક્રમ પૂર્વ પ્રાથમિક વિભાગ માટે આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રાથમિક વિભાગની શિક્ષિકાઓ દ્વારા યોજવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન ધોરણ ચારના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમમાં આચાર્યએ તેમનાં સ્વાગત પ્રવચનમાં સમગ્ર વાલીગણને સંબોધીને તેમનું સ્વાગત કર્યું. તેમને પૂર્વ પ્રાથમિક વિભાગની શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને કાર્યનું સંબોધન કર્યું. પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોને સ્નાતક પદવી એનાયત કરવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી અને વિડિયો પ્રદર્શન કરવામાં આવ્યું. પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું. સાથે સાથે પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત પ્રવચન બોલવામાં આવ્યું.
પૂર્વ પ્રાથમિક શાળા સ્નાતકતા એ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા માટે એક વિશેષ પ્રસંગ છે અને આ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ ઉજવણી કરવાની એક શ્રેષ્ઠ તક છે. પૂર્વ પ્રાથમિક શાળાના વર્ષો બાળકો અને માતા-પિતામાં મહત્વાકાંક્ષી વલણ કેળવવા માટે નિર્ણાયક છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ