હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વાંકલ વિસ્તારમાં સરકાર દ્વારા કોરોન્ટાઇન કરાયેલા લોકોને આદિવાસી વિસ્તારમાં લાવવાથી કોરોના સંક્ર્મણની શક્યતા વધી રહી છે. આ વિસ્તારમાં ૫૦ થી વધુ ગામડાનાં લોકો ભયભીત બન્યા છે એમાં પણ સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ છે ત્યારે સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ આદિવાસી વિસ્તારનાં પ્રજાજનોનાં હીત તાત્કાલિક ધોરણે કોરોન્ટાઇન સેન્ટર હાઇવે ઉપર ખાલી પડેલી ઇમારતોમાં શરૂ કરે તેવી પ્રજાજનોની માંગણી છે અને આ માંગણી ન સંતોષાય તો કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ લોકોના હિતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવાની માંગ કરી છે. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શામજીભાઇ ચૌધરી રૂપસિંહભાઇ ગામિત ઠાકોર ભાઈ, ચૌધરીબાબુભાઇ ચૌધરી, શાહબુદીન મલેક સહિતનાં આગેવાનોએ સુરત જિલ્લા કલેકટરને સંબોધીને એક લખેલું આવેદન મામલતદારને સુપરત કર્યું હતું. વધુમાં જણાવ્યું કે કોરોન્ટાઇન સેન્ટરમાં વ્યવસ્થા કરનાર લોકોની અવરજવર વધી રહી છે.
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ઊભા કરવામાં કોરોન્ટાઇન સેન્ટરનાં વિરોધમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મામલતદારને એક આવેદનપત્ર આપી કોરોન્ટાઇન સેન્ટરને દૂર ખસેડવાની માંગ કરી છે.
Advertisement