ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામના ગ્રામજનોએ વીજ સબ સ્ટેશન માટે ગૌચરની જમીન આપવાનો ગ્રામ પંચાયતે વર્ષ 2018 માં કરેલો ઠરાવ રદ કરવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી છે.
ઉભારીયા ગામના આગેવાનો કૌશિકભાઈ ચૌધરી નેવજીભાઈ ચૌધરી સહિતના પ્રતિનિધિ મંડળના આગેવાનોએ સુરત જિલ્લા કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરતા જણાવ્યું કે તારીખ 1 /11/ 2018 ના રોજ ઉભારીયા ગામ પંચાયત દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના ગ્રામસભાના એજન્ડા બહાર પાડ્યા વગર ગ્રામસભામાં ખોટી રીતે વીજ સબ સ્ટેશન માટે GETCO કંપનીને ગૌચરની જમીન આપવા ઠરાવ કર્યો હતો જેથી આ બાબતે ભૂતકાળમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ને લેખિત આવેદન પત્રો આપી ગ્રામ પંચાયતે કરેલો ઠરાવ રદ કરી જમીન નહીં ફાળવવાની માંગણીઓ કરવામાં આવી હતી કારણ કે આ જમીન પશુપાલન કરતા ગ્રામજનો માટે ખૂબ જ જરૂરી છે જેથી તારીખ 19/1/23 ના રોજ ખાસ ગ્રામસભા બોલાવી વીજ સબ સ્ટેશન માટે જમીન નહીં આપવાનો ઠરાવ કરી જૂનો ઠરાવ ગ્રામસભામાં રદ કરાયો હતો છતાં જવાબદારો દ્વારા અમારી રજૂઆતો ધ્યાન પર લેવામાં આવતી નથી જેથી જિલ્લા કલેકટરને અમે આ રજૂઆત કરી રહ્યા છે અને જો ઠરાવ રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં આંદોલન કરવાની ગ્રામજનોને ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ