માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના કેશવદાસજી મહારાજ ને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ફાગવેલ ધામના ટ્રસ્ટીઓ વતી ગાદી અર્પણ કરાયા બાદ તેઓ પોતાના વતન ઘોડબર ગામે આવી પહોંચતા ભક્તો અને ગ્રામજનો દ્વારા ભક્તિ ભાવ સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.
ઘોડબાર ગામના કેશવદાસજી મહારાજ છેલ્લા 40 વર્ષથી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ની પૂજા અર્ચના ભક્તિ ભાવ સાથે કરે છે અને 28 વર્ષથી તેઓ ભાથીજી મહારાજના પાવન ફાગવેલ ધામ સાથે જોડાયેલા છે સાથે આસપાસ વિસ્તારના અનેક ભક્તો શ્રદ્ધા અને આસ્થાથી વર્ષોથી ફાગવેલ ધામની યાત્રા પ્રતિવર્ષ કરે છે કેશવદાસજી મહારાજ ને ફાગવેલ ધામના ટ્રસ્ટી મંડળ દ્વારા ગાદી અર્પણ કરવામાં આવી છે આ ગાદી લઈને ભક્તો સાથે પોતાના વતન ઘોડબાર આવતા ધાર્મિક પરંપરા મુજબ ગ્રામજનો ભાથીજી મંડળ પરિવારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement