માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુખ્ય માર્ગ પરથી મારુતિ વાનમાં દારૂ લઈને જતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડી દારૂ સહિત કુલ રૂપિયા 1,76,400 નો મુદ્દામાલ કબજે લીધો હતો. નવા વર્ષની ઉજવણીને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દારૂ ઝડપી પાડવા માટેની સૂચના સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવી હતી જે અનુસંધાનમાં ઝંખવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.દેસાઈ એ સ્ટાફ સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું ત્યારે હે.કો. યોગેશકુમાર બાલુભાઈ ચૌધરીને બાતમી મળી હતી કે ઝંખવાવ ગામે મીત કાર્ટિંગ સામે રોડ પરથી બે ઇસમો મારુતિ સુઝુકી વાનમાં દારૂનો જથ્થો લઈને પસાર થનાર છે જેને આધારે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવવામાં આવતા બાતમી અનુસાર એક મારુતિ વાન સામેથી આવી હતી જેને અટકાવી તપાસ કરતા કુલ 428 નંગ દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 60,400 તેમજ ઝડપાયેલ મારુતિ વાન G.J.0 5.C.S.3404 અને બે મોબાઈલ સહીત કુલ 1,76,400 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. તપાસમાં આરોપી એ પોતાનું નામ વિપુલભાઈ છગનભાઈ વસાવા રહે. ફોકડી ગામ દેવળ ફળિયુ તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત અને ઝડપાયેલા બીજા આરોપી એ પોતાનું નામ પ્રતીકકુમાર તુલસીભાઈ વસાવા રહે. બલાલ કુવા નદી પાર ફળિયુ તાલુકો ઉમરપાડા જિલ્લો સુરતનો વતની હોવાનો જણાવ્યું હતું જ્યારે ઉપરોક્ત દારૂનો જથ્થો બલાલ કુવા ગામે રહેતો રવાભાઈ નામના ઈસમે ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે ઝંખવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ