માંગરોળ તાલુકા માટે વિવિધ કામો માટે ત્રણ કરોડ 99 લાખ 94000 રૂપિયાની સને 2020-2021ના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની 96% ની સંભવીત જોગવાઈ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાક કૃષિ, હોટી કલ્ચર, ભૂમિ અને જળ સરક્ષણ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, વન વિકાસ સહકાર, ગ્રામ્ય વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર નો વિકાસ, વીજળી અને લઘુ ઉદ્યોગ, માર્ગ અને પુલો સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને આરોગ્ય, પાણી પુરવઠા અને સ્વચ્છતા પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજનાઓ અંતર્ગત કુલ ત્રણ કરોડ 99 લાખ 94000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે ચર્ચા વિચારણા કરી આ આયોજનને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રયોજનાં વહીવટદાર એ.એમ. ભરાડા. તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ, મામલતદાર મંગુભાઈ વસાવા, રાજુભાઈ પાનવાલા, ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર ચૌધરી સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન અમિષ ભાઈ પટેલ, સિંચાઈ વિભાગના વીએમ રાણા, માંગરોળ તાલુકાના સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ મુકેશભાઈ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.
માંગરોળ તાલુકાનાં ટ્રાયબલ સબ પ્લાન માંડવી કચેરી દ્વારા વિવિધ કામોનું આયોજન કરવા માટે પંચાયત કચેરીનાં સભાખંડમાં વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન મંત્રી ગણપતભાઈ વસાવાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.
Advertisement