આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં ક્રિસમસ સેલિબ્રેશન અંતર્ગત શાળામાં જોય ઓફ ગીવિંગનું આયોજન કરવામાં આવ્યું. નાતાલના આગલા દિવસે જોય ઓફ ગીવિંગ એક્ટિવિટીના ભાગરૂપે એક ચેરિટી કાર્યક્રમ હતો. શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કપડાં અને રમકડાં લાવવા જણાવવામાં આવ્યું હતું. શાળામાં કે કે.જી.થી લઈને બધા જ ધોરણના બાળકો દ્વારા ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. નાના નાના ભૂલકાઓએ સાન્તા ક્લોસનો વેશ લઈને ડાન્સ અને રોલ પ્લે કર્યો હતો.
ક્રિસમસ સેલિબ્રેશનના ભાગરૂપે જોય ઓફ ગીવિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની દિવાળી મેળો અને કુકીંગ વિધાઉટ ફાયર એવી બે પ્રવૃત્તીઓ દ્વારા વિદ્યાર્થીઓને થયેલ નફામાંથી દાન-પુણ્ય કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ લોકો માટે ઊનની ગરમ ટોપીઓ, ગરમ સ્કાર્ફ, ચોખા, દાળ, મીઠું અને વૂલન કેપ્સ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવામાં આવી. આ વસ્તુઓને ઉશ્કર ગામ પાસે ગોળના કારખાનામાં કામ કરતા લોકોને અને મજૂર પરિવારના પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને સાન્તા ક્લોસ બનીને શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગોળ બનાવવાની પ્રક્રિયા જોઈ અને સુગર ફેક્ટરીનાં માલિકનો અતિથિ સત્કારનો પણ આનંદ માણ્યો.
વિનોદ મૈસુરિયા : વાંકલ