Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં મોસાલી વ્હોરા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠોરની ભાઈજાન ટીમ ચેમ્પિયન બની.

Share

માંગરોળના મોટા બોબાત શેઠ ગ્રાઉન્ડ પર વ્હોરા સમાજ મોસાલી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં કઠોળની ભાઇજાન ઇલેવન ચેમ્પિયન બનતા સ્થાનિક અગ્રણી મકસુદભાઈ માંજરાના હસ્તે વિજેતા ટીમ ને ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયો હતો.

ફાઈનલ મેચ યંગ સીસી નરોલી અને ભાઈજાન ઇલેવન કઠોર વચ્ચે રમાઈ હતી જેમાં ભાઈજાન ઇલેવન કઠોરનો વિજય થયો હતો ભાઈજાન ઇલેવન કઠોરમાં કેપ્ટન તરીકે તોસીફ બોબાત એ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેન ઓફ ધ મેચ સુફિયાન સીદીઓટ (કઠોર ), મેન ઓફ ધ સીરીઝ સરફરાઝ શેખ (નાની નરોલી ), બેસ્ટ બેસ્ટમેન ટુર્નામેન્ટ અશરફ દાઉદ (વસરાવી ), બેસ્ટ બોલર ટુર્નામેન્ટ ઇલ્યાસ (સામરોદ ), ને સહિતના ખેલાડીઓને મેહમાનોના હસ્તે ટ્રોફી પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોસાલી, માંગરોલ, વસરાવી, કોસાડી, નાની નરોલી, તડકેશ્વર, લુવારાના વર્ષોથી વિદેશમા રેહતા વ્હોરા સમાજના યુવાનો પધારેલ હતા. આ ટુર્નામેન્ટમા ઇસ્માઇલભાઈ મતાદાર, ફારૂકભાઇ તાડવાલા, ઇબ્રાહીમભાઇ સફારી, રસીદભાઇ શાન, ફૈઝલભાઇ તાડવાલા, બીલાલભાઇ પાંચભાયા, મકસુદભાઈ માંજરા, મેહુબબભાઇ રાવત (ગુલશને મેહબુબ) ઝુબેરભાઇ બોબાત, અસ્લમભાઇ બોબાત, અલ્લુભાઇ મકરાણી, સરફરાઝભાઇ ઉમર વગેરે હાજર રહ્યા હતા. આયોજક તરીકે અલ્તાફભાઇ જીભાઈ એ ખુબ સુંદર આયોજન કરેલ હતુ. કેનેડા નિવાસી અને ગ્રાઉન્ડના માલિક ઇસ્માઇલભાઈ બોબાત (રાજા ) એ તમામને કેનેડાથી શુભેચ્છા પાઠવેલ હતી, સ્ટેજનુ સંચાલન સરફરાઝ ઉમર એ કરેલ હતુ.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કેન્દ્ર સરકારની નીતિ સામે કોંગ્રેસ આક્રમક બની, ભરૂચમાં રેલી કાઢી ધરણા યોજાયા.

ProudOfGujarat

કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અકસ્માત કરનાર ડમ્પર ચાલક ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પશુઓની દયનીય હાલત જાહેર માર્ગો પર મરવા મજબુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!